October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસ દ્વારા સોના-ચાંદીની લૂંટના ત્રણ આરોપીની કરાયેલી ધરપકડ

ગુનામાં વપરાયેલ સ્‍પ્‍લેન્‍ડર બાઈક પણ જપ્ત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: સેલવાસમાં ગત તા.23મી નવેમ્‍બર,2022ના રોજ આમલી વિસ્‍તારમાં આવેલ સોના-ચાંદીની દુકાનમાં ભરબપોરે ત્રણ બાઈક સવારોએ બંદુકની અણીએ લૂંટ ચલાવી હતી. લૂંટના ત્રણે આરોપીની ધરપકડ કરવા દાનહ પોલીસ સફળ રહી છે અને સાથે ગુનામાં વપરાયેલ બાઈક પણ જપ્ત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી મહાવીર રમેશભાઈ ચૌહાણ રહેવાસી સેલવાસ જે આભૂષણ જ્‍વેલર્સ ક્ષિતિજ રેસીડન્‍સી આમલી, જેમાં નોકરી કરતો હતો. ગત 23 નવેમ્‍બરના રોજ ત્રણ અજાણ્‍યા વ્‍યક્‍તિ બાઈક પર આવ્‍યા હતા જેમાંથી એક બહાર બાઈક પર જ બેઠો હતો અને બે વ્‍યક્‍તિ માસ્‍ક પહેરી દુકાનમાં પ્રવેશ્‍યા હતા, જેમાંથી એકે બંદૂક બતાવી 40ગ્રામ સોનાના દાગીના અને રોકડરકમ લૂંટવાની ધમકી આપી હતી. જેમાં 16હજારના ચાંદીના દાગીના સહિત કુલ રૂા.2,30,000નો મુદ્દામાલ લઈ બહાર ઉભેલ બાઈક સવાર સાથે ફરાર થઈ ગયા હતા.
આ ઘટના અંગેની ફરિયાદ સેલવાસ પોલીસે આઈપીસી 392, 120બી, 411 અને આરડબ્‍લ્‍યુ સેક્‍શન 3, 25, 27 ઓફ આર્મ્‍સ એક્‍ટ 1959 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ગુનાની ગંભીરતા જોતા એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાએ ઘટના સ્‍થળની મુલાકાત લીધી હતી અને એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈનના નેતૃત્‍વમાં ક્રાઈમ બ્રાન્‍ચ અને પોલીસની અલગ અલગ ટીમ બનાવી પીએસઆઈ શ્રી શશી કુમાર સિંહને સોંપવામાં આવી હતી. તપાસ દરમ્‍યાન ગુપ્ત માહિતી અનુસાર જાણવા મળેલ કે આરોપીઓ ફરાર થઈ ગયા હતા, વધુ તપાસ કરતા તેઓનો એક દોસ્‍ત મોહમ્‍મદ રફીક ખાન જે માસ્‍ટર માઈન્‍ડ હતો જે ચોરીના સોના-ચાંદીના દાગીના વેચવામાં પણ મદદ કરતો હતો. મોહમ્‍મદ રફીક ખાન (ઉ.વ.27) રહેવાસી ડુંગરી ફળિયા, વાપી જેને 30 નવેમ્‍બરના રોજ 15 હજાર રૂપિયા રોકડા અને એની પાસેથી નંબર વગરની હીરો સ્‍પ્‍લેન્‍ડર બાઈક જપ્ત કરવામાં આવી હતી. ત્‍યારબાદ આભૂષણ પ્રાપ્ત કરનાર ઈમરાન ઉર્ફે લલ્લા મોહમ્‍મદ જામા ખાન (ઉ.વ.34) રહેવાસી અંધેરી મુંબઈ અને ધર્મારામ બદ્દાજી કલોર (ઉ.વ.59) રહેવાસી કુર્લા, મુંબઈ જેઓની 3જી ડિસેમ્‍બર,2022ના રોજ ધરપકડકરવામાં આવી અને તેઓ પાસેથી સોના-ચાંદીના દાગીનાની ઓળખ કરી લેવામાં આવી હતી. આ ત્રણે લૂંટ કરનાર આરોપીઓની પણ ઓળખ થઈ ગઈ છે અને તેઓની પણ જલ્‍દીથી ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’  દાનહ અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે આભને આંબતી કરેલી દમદાર પ્રગતિ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકાસ સપ્તાહ”ની ઉજવણીના સુચારૂં આયોજન માટે બેઠક મળી

vartmanpravah

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટરે સરકારી શાળાઓની કરેલી મુલાકાત દરમિયાન મધ્‍યાહ્‌ન ભોજનમાં જોવા મળી કેટલીક ખામીઓ

vartmanpravah

પારડીના ચીવલ ગામે પોતાની છોકરી સાથે વાતચીત કરતાં યુવાનના હાથ-પગ તોડી નાખતો પિતા

vartmanpravah

ધરમપુર સ્‍વર્ગવાહિની નદી ટુ વ્‍હીલરથી ક્રોસ કરવા જતા યુવાન તણાયો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

Leave a Comment