April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં જુગાર બેફામ : કરવડ અને ભડકમોરામાંથી જથ્‍થાબંધ જુગારીયા ઝડપાયા

કરવડ ગામેથી 17 અને ભડકમોરા ગણેશપંડાલમાંથી 10 જુગારીયા ઝડપાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી વિસ્‍તારમાં હાર-જીતનો જુગાર રમવાની ભારે મોસમ જામી હોય તેમ રોજેરોજ અનેક વિસ્‍તારોમાંથી જુગારીયા ઝડપાઈ રહ્યા છે. કોચરવા, સલવાવ બાદ આજે કરવડ અને ભડકમોરામાંથી બીજા વધુ જથ્‍થાબંધ જુગારીયાઓને એલ.સી.બી.એ ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.
અત્‍યારે ગણેશ ચતુર્થીનો મહાગણેશોત્‍સવ પુરા વાપી વિસ્‍તારમાં ઉજવાઈ રહ્યો છે ત્‍યારે ઉત્‍સવની ઓથે જુગારીયા પણ ગેલમાં આવી ગયાનું જોવા મળી રહ્યું છે. એલ.સી.બી.એ સોમવારે રાત્રે કરવડ ગામે મંદિર ફળીયામાં રેડ કરી હતી. જેમાં જુના એક મકાનમાં દિનેશ ઉર્ફે જુગલ પટેલ તેના મકાનમાં કેટલાક લોકોને એકઠા કરી પોતે જુગાર રમાડતો હતો. પોલીસે 17 જેટલા જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. દાવમાં મુકેલા રૂપિયા અંગજડતી વાહનો તથા મોબાઈલ મળી કુલ રૂા.5.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. બીજા બનાવમાં ભડકમોરા શિવજી મંદિર પાસે ગણેશ પંડાલ પાસે 10 જેટલા જુગારીઓને એલ.સી.બી.એ. ઝડપી પાડયા હતા. કાર્યવાહીમાં રોકડ તથા મોબાઈલ મળી કુલ રૂા.26860 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Related posts

કાયદો કાયદાનું કામ કરે છે દાનહ જિલ્લા પ્રશાસને સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર મનોજ દયાતના શેડની દીવાલ તોડી પાડી

vartmanpravah

વલસાડ જિલ્લામાં વધુ 244 ગામમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા અફરા તફરીના દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું

vartmanpravah

પારનેરા ડુંગર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા મંદિરમાં તસ્‍કરો ઘરેણા અને દાનપેટી ચોરી ગયા

vartmanpravah

વાંસદામાં મોતિયા બિંદ નિઃશુલ્‍ક ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment