Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

2000 વિદ્યાર્થીનો વલસાડ રોટરી કલબે સર્વે કરી 63 શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
– સંજય તાડા દ્વારા
વાપી, તા.06: ભારતમાં દર વર્ષે 5 સપ્‍ટેમ્‍બરને ભારતના મહાન શિક્ષક અને વિદ્વાન ડૉ.સર્વપલ્લી રાધાકળષ્‍ણનના સન્‍માનમાં તેમના જન્‍મ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. જે રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા નેશન બિલ્‍ડર એવોર્ડ આપી ઉજવણી કરવામાં આવે છે.
પ્રાથમિક શિક્ષકોમાં રહેલી અસીમ કાર્યક્ષમતાને એવોર્ડ દ્વારા નવાઝાવા માટે રોટરી વલસાડની ટીમ દ્વારા વિવિધ શાળાના ધોરણ 10થી 12 ના વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્‍યો હતો. જેમાં કુલ 2000 વિદ્યાર્થીઓ પાસે તેમના પ્રાથમિક શાળાના કયા શિક્ષકે ચારિત્ર્ય ઘડતર, મૂલ્‍ય શિક્ષણ અને કારકિર્દી જેવી બાબતો માટે પ્રોત્‍સાહન આપ્‍યું એવા એક શિક્ષકનું નામ લખવા જણાવ્‍યું હતું. જેમાં કુલ 63 પ્રાથમિક શાળાઓના 63 શિક્ષકોના નામ આવ્‍યા હતા. આ દરેકશિક્ષકોના નંબર શોધવા માટે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને મિત્રોના સહકારથી આ કાર્ય પાર પાડવામાં આવ્‍યું હતું. જેઓનું સન્‍માન આજરોજ મોરારજી દેસાઈ હોલમાં કરવામાં આવ્‍યું હતું.
આજના મુખ્‍ય મહેમાન રો.હર્ષદ રવેશિયા કે જેઓ ડોમ્‍સ કંપનીના સ્‍થાપક છે અને દરેક શિક્ષકોને પ્રોત્‍સાહન પૂરું પાડવા કંપની તરફથી દરેક શિક્ષકોને સબજેક્‍ટ ડાયરી ગિફટ આપવામાં આવી હતી. આ ઉપરાંત પારુલ યુનિવર્સિટી વડોદરાથી ડો.દિગંત પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. ઝન્‍ઘ્‍ઘ્‍ રો.નિલેશ શાહ અને આસિસ્‍ટન્‍ટ ગવર્નર સિદ્ધાર્થ મહેતા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ સમગ્ર પ્રોજક્‍ટના પ્રોજેકટ ચેર રો. દીપેશ શાહ અને રો. ડો. પ્રેમલ શાહ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રમુખ સ્‍વાતિ શાહે ઉદ્ધાટન વિધિ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આભારવિધિ માનદ મંત્રી રો. નિરાલી ગજ્જર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન રો. ચેતન મોદી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

નવમાં યોગા દિવસની ઉજવણીનાં ભાગરૂપે વલસાડમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘સંકલ્‍પ સપ્તાહ’ના શુભારંભ પ્રસંગે દરેકને મિશન મોડમાં કામ કરવા આપેલી સલાહઃ ઓક્‍ટો.-નવે.-2024માં ફરી ફિઝિકલી મળી કાર્યક્રમનો હિસાબ-કિતાબ લેવા આપેલું વચન

vartmanpravah

વલસાડ જિલ્લામાં આરોગ્‍ય શાખા દ્વારા રક્‍તદાન શિબિરમાં 421 બોટલ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

ધરમપુરના આવધા ગામે સાકાર મોક્ષભૂમિનું ભૂમિ પૂજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘ફિટ ઈન્‍ડિયા ફ્રીડમ રન 3.0’નું કરાયેલું સફળ આયોજન

vartmanpravah

Leave a Comment