Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રના સભાખંડમાં યોજાયેલ જન આરોગ્‍ય સમિતિની કાર્યશાળા

જન આરોગ્‍ય સમિતિનો હેતુ જન ભાગીદારીથી આરોગ્‍ય સેવાને છેવાડેના લોકો સુધી પહોંચાડવાનો
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : શનિવારે સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્ર મોટી દમણના સભાખંડમાં જન આરોગ્‍ય સમિતિની કાર્યશાળા/પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણના સરપંચો, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોના ઈન્‍ચાર્જ ડોક્‍ટર, હેલ્‍થ અને વેલનેસ સેન્‍ટરના કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસરોને જન આરોગ્‍ય સમિતિની બાબતમાં વિસ્‍તારપૂર્વક જાણકારી આપવામાં આવી હતી.
પ્રારંભમાં નોન કોમ્‍યુનિકેબલ ડિસિઝના પ્રોગ્રામ ઓફિસર ડો. મેઘલ શાહે ખુબ જ રસપ્રદ જાણકારી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, દમણ જિલ્લામાં ડાયાબિટિશ અને હાઈ બ્‍લડ પ્રેશરના દર્દીઓની સંખ્‍યા પણ ખુબ વધુ છે. જે પૈકી 5000 જેટલા લોકોને ખબર છે કે તેઓ ડાયાબિટિશ કે હાઈ બ્‍લડ પ્રેશરથી પીડાઈ રહ્યા છે, પરંતુ સારવાર લેતા નથી. આવા દર્દીઓની ઓળખ જન આરોગ્‍ય સમિતિ દ્વારા કરી તેમને યોગ્‍ય સારવાર મળે તે માટે પ્રયાસ કરવા તાકિદ કરીહતી. જન આરોગ્‍ય સમિતિનો હેતુ જન ભાગીદારીથી આરોગ્‍ય સેવાને છેવાડેના લોકો સુધી પહોંચાડવાનો હોવાનું પણ સમજાવ્‍યું હતું.
દરમિયાન વિવિધ રમત અને ક્‍વીઝ દ્વારા રસપ્રદ રીતે ડોક્‍ટર તૃપ્તિ ભેલકા અને ડો. રીટા બારીકે સમજણ આપી હતી. ડો. નીમા ફૂલઝેલેએ પાવર પોઈન્‍ટના માધ્‍યમથી જાણકારી આપી હતી.

Related posts

મોટી દમણનું ભાગ્‍ય બદલનારા જમ્‍પોર બર્ડ સેન્‍ચુરી પાર્કનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નિરીક્ષણ કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશો

vartmanpravah

ચીખલી સહિત ગણદેવી વિધાનસભા મતવિસ્‍તારમાં કુલ-23 જેટલા માર્ગોની 10.37 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થશે

vartmanpravah

વાપી રેલવે પુલનો પૂર્વ હિસ્‍સો તોડવાની કામગીરી મહદ્‌અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકી

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઈ ગામથી ખેતરમાંથી મૃત હાલતમાં દીપડી મળી આવીઃ વનવિભાગે હાથ ધરેલી તપાસ

vartmanpravah

દીવમાં મેઈન રોડ પર માટી ભરેલું ડમ્પર ફસાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિજેતા ભાજપના પાંચ ધારાસભ્‍યો પૈકી ભૂપેન્‍દ્ર પટેલની નવી કેબિનેટમાં બે સ્‍થાનની શક્‍યતા

vartmanpravah

Leave a Comment