-
સુરતથી કેળા ભરી આઈસર ટેમ્પો સેલવાસ જઈ રહ્યો હતો
-
ટેમ્પાનું ટાયર ફાટતા સાઈડ પર ઉભો રાખેલ કેળા ભરેલ ટેમ્પાને કન્ટેનરે પાછળથીટક્કર મારતા ટેમ્પાએ પલટી મારી
-
અકસ્માતને લઈ ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી લાઈનો લાગી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.08: આજરોજ સવારે છ વાગે પારડીના મુખ્ય ઓવરબીજ પર અમદાવાદથી મુંબઈ જવાના રોડ પર એક આઈસર ટેમ્પો નંબર ડીએન 09 એફ 9862 સુરત થી કેળા ભરી સેલવાસ જઈ રહ્યો હતો. આ દરમિયાન આઈસર ટેમ્પોનું બ્રિજ વચ્ચે ટાયર ફાટતા આઈસર ચાલકે પોતાનો ટેમ્પો ધીરે ધીરે બ્રિજ પૂર્ણ થવાના આરે સાઈટ પર મૂકી ટેમ્પામાં જ ઊંઘી ગયો હતો. આ દરમિયાન પાછળથી એક કન્ટેનર નંબર એમએચ 46 એઆર 5041એ પુરપાટ ઝડપે આવી ઉભા રહેલ ટેમ્પાને જોરદાર ટક્કર મારતા કેળા ભરેલ ટેમ્પો પલટી ગયો હતો. અકસ્માત થતા કન્ટેનર ચાલક ભાગી ગયા હતો જ્યારે કેળા ભરેલ ટેમ્પો ચાલક ફસાઈ જતા મહા મુશ્કેલીયે બહાર નીકળ્યો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ ટ્રક અને ટેમ્પા બંનેને ભારે નુકસાન થવા પામ્યું છે. સવાર સવારે અકસ્માત થતા ટ્રકો સહિત અન્ય વાહનોની લાંબી લાઈનો લાગી હતી. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરવાની કાર્યવાહિ હાથ ધરી હતી.