Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બુધવારે દમણવાડા ગ્રા.પં. કાર્યાલય ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ યોજાશે

નવા વીજ જોડાણથી લઈ વીજ બિલ સુધીની ચુકવણીની થનારી વ્‍યવસ્‍થાઃ મોટી સંખ્‍યામાં લાભ લેવા ગ્રામજનોને કરાયેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : આગામી તા.4 ઓક્‍ટોબરના બુધવારના રોજ દમણવાડા ગ્રામ પંચાયત ખાતે‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા આગામી બુધવારે દમણવાડા ગ્રામ પંચાયતના કાર્યાલય ખાતે નવું વીજ જોડાણ/નામ બદલી/વીજભાર વધારવા/ઘટાડવા માટેની અરજીઓનો સ્‍વીકાર કરાશે. તદ્‌ઉપરાંત વીજ સંબંધિત જાણકારી, વીજબિલની ચુકવણી પણ વ્‍યવસ્‍થા રાખવામાં આવશે. આ કાર્યક્રમમાં ડિજિટલ પેમેન્‍ટ પ્‍લેટફોર્મ/વીજ સલામતિ, વીજ બચત વગેરે ઉપર રાખવાની જાગૃતિની બાબતમાં પણ માર્ગદર્શન આપવામાં આવશે. ટોરેન્‍ટ પાવરની ફરિયાદ નિવારણ પ્રક્રિયા તથા 24×7 હેલ્‍પ લાઈન નંબર વિશે પણ જાગૃત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોબાઈલ એપ્‍લીકેશન અને તેના ઉપયોગ અંગે પણ ગ્રાહકોને માર્ગદર્શન આપવામાં આવશે.
દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે આયોજીત શિબિરમાં વધુમાં વધુ લોકોને ભાગ લેવા ગ્રામ પંચાયત અને ટોરેન્‍ટ પાવરે અપીલ કરી છે. આ પ્રકારના કાર્યક્રમો દમણ જિલ્લાની દરેક પંચાયતોમાં થઈ રહ્યા હોવાની પણ જાણકારી આપવામાં આવી છે.

Related posts

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા યુ.ટી. સ્‍તરીય ચિત્રકલા હરીફાઈ-2022નું આયોજન કરાશે

vartmanpravah

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

વાપીમાં કચ્‍છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ગરબાનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન‘રાજધર્મ’ નિભાવેઃ દમણ-દીવના 42 શિક્ષકો પ્રત્‍યે સંવેદના રાખવાની આવશ્‍યકતા

vartmanpravah

ચિવલ ખાતેથી દારૂ ભરેલ ટ્રક ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah

Leave a Comment