April 22, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારી જિલ્લાના વીસીઈ કર્મચારીઓની પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા ડીડીઓને આવેદનપત્ર પાઠવી હડતાલનું રણશિંગ ફૂંક્‍યું

નવસારી જિલ્લા- તાલુકાઓમાં કર્મચારીઓ ફરી હડતાલ પર ઉતરતા ગ્રામ પંચાયતોમાં લોકોના કામ અટવાઈ પડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: વીસીઇ કર્મચારીઓના સંગઠન દ્વારા ડીડીઓને પાઠવવામાં આવેલ આવેદનપત્ર માં જણાવ્‍યુ છે કે અગાઉ અચોક્કસ મુદતની હડતાલનું પર ઉતરતા મુખ્‍યમંત્રી અને પંચાયત મંત્રીશ્રી સાથે થયેલ બેઠકમાં તેમના દ્વારા કમિટી બનાવી માંગણીઓ બાબતે નિરાકરણ કરીશું તેવી ખાત્રી આપવામાં આવેલ હતી.તેથી અમે હડતાળ સ્‍થગિત રાખી હતી. પરંતુ આજે ત્રણમહિના જેટલો સમય વિતવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ફરીથી અચોક્કસ મુદતની હડતાલ પર જઇ માંગણી ન સંતોષાય ત્‍યાં સુધી ચાલુ રાખવામાં આવશે.
વીસીઇ કર્મચારીઓ દ્વારા કમિશન બેઝ ઇ-ગ્રામ પોલીસ અપનાવી ફિક્‍સ વેતન 19,500/- સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે, 16-વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરી વર્ગ-3 માં સમાવેશ કરવામાં આવે, સરકારી લાભો અને રક્ષણ આપીને સમાન કામ સમાન વેતન આપવામાં આવે, જોબ સિકયુરિટી અને છુટા કરેલ વીસીઇને પરત લેવામાં આવે, કોરોના માહામારીમાં મરણ પામેલ વીસીઇને આર્થિક સહાય આપવામાં આવે, સ્‍પીડ ધરાવતી ઈન્‍ટરનેટ કનેક્‍ટિવિટી પુરી પાડવામાં આવે, વીસીઇની કામગીરી બાબતે જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે એ મુજબની માંગણીઓ કરવામાં આવી છે.
વીસીઇ કર્મચારીઓ ફરીવાર હડતાલ ઉપર ઉતરતા ગ્રામ કક્ષાએ મળતી સેવાઓ ખોરવાતા લોકોને હાલાકી વેઠવાની નિબત આવી છે.

Related posts

દાનહના ઔદ્યોગિક એકમોમાં વધી રહી છે દુર્ઘટનાઓની સંખ્‍યાઃ ફેક્‍ટરી ઈન્‍સ્‍પેક્‍ટરની કાર્યશૈલી પર ઉઠી રહ્યા છે સવાલો

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશને આદિવાસીઓનું ચક્કાજામ

vartmanpravah

ચીખલી સિટી સરવે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડમાં મહિનાઓ સુધી ફેરફાર નોંધ પાડવામાં નહી આવતા અરજદારોને ધક્‍કા ખાવાની નોબત

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભાજપએ વિધાનસભાની તમામ પાંચ બેઠકો જીતી હિસ્‍ટોરિકલ વિક્‍ટરી નોંધાવી

vartmanpravah

વલસાડ જિલ્લો બન્‍યો યોગમયઃ તિથલ સ્‍વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી

vartmanpravah

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

Leave a Comment