Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઝળહળતા સિતારા તરીકે ઉભરેલા અનંત પટેલ

  • ઉદવાડા ખાતે કોંગ્રેસ દ્વારા વલસાડ લોકસભા કાર્યકર્તા સંવાદ યોજાયોઃ પ્રદેશથી લઈ પાયાના કાર્યકરોની મોટી સંખ્‍યામાં હાજરી

  • વલસાડની સીટ જીતી કેન્‍દ્રમાં સરકાર બનાવવાની કોંગ્રેસની તડામાર તૈયારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.11 : 2024 ની લોકસભાની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પોતાની તૈયારીઓ અત્‍યારથી જ શરૂ કરી દીધી છે.
ગુજરાતના નવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્‍તિસિંહ ગોહિલે પદભાર સંભાળ્‍યા પછી કામ કરવાની તમામ પદ્ધતિઓ બદલી નાખી હોય યુવાનો, રોજગારી, ખેડૂતો, મોંઘવારી, શિક્ષણ દેવામાં આપી દેવા જેવા અનેક પ્રશ્નો લોકો સમક્ષ રજૂ કરી અને લોકો પણ આ વખતે પરિવર્તન ઈચ્‍છતા હોય ગુજરાત સાથે કેન્‍દ્રમાં પણ પરિવર્તન લાવે એ રીતની તૈયારી કોંગ્રેસે શરૂ કરી દીધી છે.
અત્‍યાર સુધીના રેકોર્ડ પ્રમાણે વલસાડ-ડાંગ લોકસભાની બેઠક જે પક્ષ જીતે તે પાર્ટી કેન્‍દ્રમાં પોતાની સરકાર બનાવતી હોય તેની તૈયારીના ભાગરૂપે આજે ઉદવાડા અનાવિલ હોલ ખાતે વલસાડ જિલ્લા કાર્યકર્તા સંવાદનોકાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.
આ કાર્યક્રમમાં નાના પાયાના કાર્યકર એવા તમામ કોંગ્રેસીઓને પ્રદેશથી આવેલ તમામ ઉચ્‍ચ નેતાઓએ સાંભળી તેઓની સમસ્‍યા અન્‍ય નેતાઓ સાથેના સંબંધો તથા અન્‍ય તમામ તકલીફોની નોંધ લઈ તમામ રાજ્‍યકક્ષાથી આવેલ નેતાઓએ વલસાડની સીટ આપણે કોઈપણ સંજોગોમાં જીતી ગુજરાત નહીં પણ કેન્‍દ્રમાં સરકાર બનાવવાનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો હતો.
ખૂબ મોટી સંખ્‍યામાં ઉમરગામથી લઈ ડાંગ સુધીના પધારેલા કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓનો જુવાળ જોતા જો લોકસભાની વલસાડ-ડાંગની સીટ જીતવી હોય તો વાંસદાના હાલના ધારાસભ્‍ય શ્રી અનંત પટેલને લોકસભાની વલસાડ-ડાંગની સીટ માટે મેન્‍ડેટ આપવામાં આવે તો કોઈ પણ જાતના ડર વિના આ સીટ જીતી શકાય એવું વાતાવરણ પરથી લાગી રહ્યું હતું.
આજના આ કાર્યક્રમમાં રાજ્‍યકક્ષાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી મુકુલ વાસનિક, ગુજરાત વિધાનસભાના ઉપનેતા શ્રી શૈલેષ પરમાર, ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રીમતી ઉષાબેન નાયડુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી ઋતિક મકવાણા, મહામંત્રી શ્રી તરુણ વાઘેલા, વાંસદાના ધારાસભ્‍ય શ્રી અનંત પટેલ, ઉપ પ્રમુખ શ્રી ગોવિંદ પટેલ, મહામંત્રી શ્રી મિલન દેસાઈ, પૂર્વ સાંસદ શ્રી કિશન પટેલ, નવસારીકોંગ્રેસ પ્રમુખ શ્રી શૈલેષ પટેલ, ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી મોતીભાઈ ગામીત, એઆઈસીસીના શ્રી ગૌરવ પંડયા તથા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિનેશ પટેલ સહિત ખૂબ મોટી સંખ્‍યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

ધરમપુરમાં જાગૃત નાગરિકોની પાલિકામાં કરેલ રજૂઆત ફળી : મહા પુરુષોના સ્‍મારકોની પાણીથી સફાઈ કરાઈ

vartmanpravah

દીવ સહિત પ્રદેશની તમામ નગરપાલિકાઓમાં કાઉન્‍સિલર બનીને રૂપિયા કમાવાની ભાવના રાખનારાઓના પુરા થયેલા દિવસો

vartmanpravah

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

vartmanpravah

દમણથી દારૂ લઈ કે પી ને આવ્યા તો ખેર નહિ..: થર્ટી ફર્સ્ટ પહેલાં જ પારડી પોલીસે શરૂ કર્યું સઘન ચેકીંગ

vartmanpravah

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah

Leave a Comment