Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સલવાવ ગુરુકુળનાકપિલ સ્‍વામીએ સંપ્રદાયના હિતમાં નિવેદન આપ્‍યુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: સલવાવ ગુરુકુળના કપિલ સ્‍વામીએ સંપ્રદાયના હિતમાં નિવેદન આપ્‍યુ હતું કે, મિત્રો સ્‍વામિનારાયણ સંપ્રદાય એ દિવ્‍ય સંપ્રદાય છે. ભગવાન શ્રી સ્‍વામિનારાયણે કોઈપણ દેવની નિંદા ન કરવી એ એમના ભક્‍તો, સંતો, આશ્રિતોને ચોખી આજ્ઞા કરી છે. ભગવાને બંધાવેલ દરેક મંદિરમાં સનાતની દેવોના સ્‍વરૂપો પધરાવી એમની પૂજા, પ્રાર્થના, ઉપાસના કરવાની આજ્ઞા કરી છે. પ્રભુએ શિક્ષાપત્રીમાં પ્રથમ શ્‍લોકથી શરૂઆત કરી અનેક શ્‍લોકોમાં શ્રીકૃષ્‍ણ ભગવાન શિવ, શ્રીરામ, શ્રી હનુમાનજી, શ્રી ગણપતિજી અને માતાજીની આરાધના. સનાતની શાષાો ગીતાજી, ભાગવતજી, રામાયણ, શિવપુરાણ, વાસુદેવ માહાત્‍મ્‍ય, આદિક શાષાોની કથાઓ કરવાની આજ્ઞા કરી છે. વિઠલનાથજીના નિર્ણય અને તેમાં બતાવેલ ઉત્‍સવોને માન્‍યતા આપી છે. સનાતની ધર્મસ્‍થાનોની યાત્રાઓ કરવાની આજ્ઞાઓ કરી છે. પણ સંપ્રદાયમાં અને તેના વિવિધ ફાટાઓમાં જેઓને વ્‍યક્‍તિ પૂજા અને હું શ્રેષ્‍ઠ એ બતાવવું છે એ લોકો સમાજને ઊંધા ચશ્‍મા પહેરવા લાગ્‍યા છે. આવા વ્‍યક્‍તિ લક્ષી માણસોને કારણે આખો સંપ્રદાય અને ઈષ્‍ટદેવ ભગવાન શ્રી સ્‍વામિનારાયણ પ્રત્‍યે લોકોની નિષ્‍ઠા ઘટી રહી છે. માટે સંતો, હરિભક્‍તોને બે હાથ જોડીને એકસંપ્રદાયના નાના સાધુની નમ્ર વિનંતી છે કે સર્વોપરી મહિમાના અતિરેકમાં આવી ભૂલો ક્‍યારેય ન થવી જોઈએ. આને કારણે અન્‍ય સનાતની ધર્મોના ભક્‍તો, સંતોની લાગણી અને શ્રદ્ધા તૂટી રહી છે. જેના રોષનું કારણ આખો સંપ્રદાય બની રહ્યો છે. આપણે રોજ આરતી પછી બોલીએ છીએ કે, ‘‘નિંદત નહિ કોઈ દેવકો બિન ખપતો નહિ ખાત” આપણે બીજા દેવી દેવતાઓની નિંદા કરીને અથવા એમની ઉપાસનાનો ભંગ કરીને ભગવાન શ્રી સ્‍વામિનારાયણની આજ્ઞાનું નિકંદન કાઢી રહ્યા છીએ. માટે સંપ્રદાયના સંતો, આચાર્યશ્રી, સત્‍સંગી અને સંપ્રદાયના હિતમાં પ્‍લીઝ આવું બોલવાનું દરેક ક્ષેત્રથી બંધ થવું જોઈએ.

Related posts

ચીખલી તાલુકાના સાદડવેલમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલના રોડ શોમાં સેંકડો લોકોએ આપેલી હાજરી

vartmanpravah

દાનહના ડોકમર્ડી પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતે નવનિયુક્‍ત સરકારી પ્રાથમિક શિક્ષકો માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સંગઠન મંત્રી વિવેક ધાડકરનામાર્ગદર્શનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મંડળની સંગઠનાત્‍મક બેઠક યોજી

vartmanpravah

વાપીમાં બિલ્‍ડરો-ઉદ્યોગકારોના સહકારથી શ્રી કચ્‍છી ભાનુશાલી ટ્રસ્‍ટ મિત્ર મંડળ દ્વારા 12-13 જાન્‍યુઆરીએ સાંઇરામ દવેનો હાસ્‍ય દરબાર અને દાંડિયા કિંગ ‘‘નૈતિક નાગડાનો દાંડિયા રાસ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment