મોટર સાયકલ સવાર રોહિણાથી કામ અર્થે મોતીવાડા જઈ રહ્યા હતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી તાલુકાના રોહીણા ડોક્ટર ફળિયા ખાતે રહેતા વિજયભાઈ ચંદુભાઈ પટેલ તારીખ 11.9.2022 ના રોજ કામ અર્થે જઈ રહ્યા હતા આ દરમિયાન મોતીવાડા એસ.આર.પેટ્રોલ પંપની સામે વલસાડથી વાપી જવાના હાઇવે પર એક અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે પોતાનું વાહન હંકારી તેમની મોટરસાયકલ પેશન નંબર જીજે 15 એજી 4861 ને પાછળથી ટક્કર મારી ભાગી છુટયો હતો. આ અકસ્માતમાં વિજયભાઈને માથા તથા હાથ પગમાં ગંભીર ઈજાઓ થતા તેમનું સ્થળ પર જ કરુણ મોત થયું હતું. આ અંગેની જાણ રોહીણાના સરપંચ રવિન્દ્રભાઈએ વિજયભાઈના પરિવારને કરતા તેઓએ પારડી પોલીસ સ્ટેશનમાં આ અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવતા પારડી પોલીસ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.