October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

ધરમપુર સજની બરડા ગામે ખેતરમાં 50 વર્ષિય ખેડૂતનું વિજળી પડતા મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: હવામાન ખાતાની આગાહી તેમજ બંગાળ ખાડીમાં અપર સરક્‍યુલેટ ક્રિએટ થતા આજે વાપી સહિત વલસાડજિલ્લામાં ગાજવીજના ગગડાટ સાથે બપોરે સતત બે કલાક વરસાદ પડયો હતો. તોફાની વરસાદની સાથે સાથે અંધારપટ પણ છવાઈ ગયો હતો. સમગ્ર જગ્‍યાએ દોડતું જનજીવન થંભી ગયું હતું. તોફાની વરસાદ અને ભારે વિજળીના ખાટકાથી આકાશ ગાજતું રહ્યું હતું. તેની કારમી અસર ધરમપુરના સજની બરડા ગામે ખેતરમાં ગયેલ 50 વર્ષિય ખેડૂત ઉપર વિજળી પડતા ઘટના સ્‍થળે જ મોત થવા પામ્‍યું હતું.
ગુરૂવારે બપોર પછી વાપી સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ અતિ તોફાની બેટીંગ કરી હતી. રોડ, રસ્‍તા, નાળા તથા નિચાણવાળા વિસ્‍તારોમાં વાપીમાં પાણી ભરાઈ ગયા હતા. રેલનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર બંધ થઈ ચૂકી હતી. તો ધરમપુરના સજની બરડા ગામે ખેતરમાં નિંદામણ કરવા ગયેલ 50 વર્ષિય ખેડૂત સુરકાવ ફળીયામાં રહેતા રાજીરામ બચુભાઈ સુરઠા પત્‍ની નંદુબેન સાથે ખેતરમાં હતા ત્‍યારે ભારે વરસાદમાં ઝાડની ઓથ લીધી હતી ત્‍યારે અચાનક આકાશી વિજળી ઝાડ ઉપર પડતા રાજીરામનું ઘટના સ્‍થળે મોત થયું હતું. ગ્રામજનો પીકઅપમાં તેમને ખેતરમાંથી સ્‍ટેટ હોસ્‍પિટલમાં લવાયા હતા. જ્‍યાં તેમને મૃત જાહેર કરાયા હતા. વરસાદે સર્જેલી ખાનાખરાબીની અસર સજની બરડા ગામે વર્તાઈ હતી. સમગ્ર જિલ્લામાં બે કલાકમાં બે થી ત્રણ ઈંચ વરસાદ પડયો હતો.

Related posts

હવેલી ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચની ટીમે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલી નેશનલ મૂટ કોર્ટ સ્‍પર્ધામાં મેળવેલું ત્રીજું સ્‍થાન

vartmanpravah

સામરવરણીમાં 14વર્ષીય તરુણીએ ગળે ફાંસો ખાઈ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્‍યોર્તિલિંગ દર્શનનું કરાયેલું આયોજન

vartmanpravah

એસઆરએમડી મિશન હોલ ધરમપુર ખાતે આદિ જનજાતિ ગૌરવ દિવસ ઉજવણી પ્રસંગે મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા 200થી વધુ લોકોની તપાસ કરાઈ

vartmanpravah

જીઆઇડીસી કેન્‍દ્ર શાળા-વાપીના શિક્ષિકા કલાવતીબેનનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment