June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે દાનહમાં નવરાત્રીની ઉજવણી માટેની માર્ગદર્શિકા નક્કી કરવા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: આગામી દિવસોમાં આવનાર સૌથી મોટા તહેવાર નવરાત્રીની ઉજવણી કરવા બાબતે પ્રશાસન દ્વારા તાત્‍કાલિક ધોરણે મંજૂરી આપવા અને માર્ગદર્શિકા નક્કી કરી મૌખિક અથવા લેખિત જાણ કરવા સેલવાસ ન.પા. કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે કલેક્‍ટરશ્રીને લેખિત રજૂઆત કરી છે.
ન.પા. કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે કલેક્‍ટરશ્રીને કરેલીલેખિત અરજીમાં જણાવાયું છે કે, આગામી તા.26મી સપ્‍ટેમ્‍બરથી દેશના સૌથી મોટા ઉત્‍સવ એટલે કે, નવરાત્રી આવી રહી છે. જેમાં મોટા પાયે પહેલાંથી તૈયારીઓ કરવી પડતી હોય છે અને ફક્‍ત ગણતરીના દિવસો બાકી હોય ત્‍યારે દરેક રાસ-ગરબાના રસિયાઓ અને માતાના ઉપાસકો તથા તમામ નવરાત્રીની ઉજવણી કરતા મંડળો, આયોજકો અસમંજસની સ્‍થિતિમાં હોય અને પ્રશાસન શું નિર્ણય લેશે તે તરફ મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે. આ ચિંતાને ધ્‍યાનમાં લઈ તાત્‍કાલિક નવરાત્રીની ઉજવણી માટે મૌખિક અથવા લેખિત કે સોશિયલ મીડિયા દ્વારા પ્રશાસન જાણ કરે. જેથી પ્રશાસનની માર્ગદર્શિકા મુજબ રાસ-ગરબા રસિયાઓ નવરાત્રીની તૈયારી કરે. આ પહેલાં દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની ઉજવણી કરવા માટેની મંજૂરી આપવા અને સફળતાપૂર્વક મહોત્‍સવને પૂર્ણ કરવા બદલ કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે પ્રશાસનનો આભાર માન્‍યો હતો.

Related posts

છેલ્લા ઍકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નવસારી ઍલસીબી પોલીસ

vartmanpravah

વલસાડ સિવિલની ગંભીર લાપરવાહી સામે આવીઃ આહવા અકસ્‍માતનો દર્દી કલાકો સુધી પીડામાં કણસતો રહ્યો

vartmanpravah

વાપી કેબીએસ કોમર્સ અને નટરાજપ્રોફેશનલ સાયન્‍સ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ નેશનલ ઈન્‍ટિગ્રેશન કેમ્‍પમાં પસંદગી પામ્‍યા

vartmanpravah

દાનહઃ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ અને હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા સ્‍પેક્‍ટ્રમ 2021-22 કાર્યક્રમનું ભવ્‍ય આયોજન

vartmanpravah

ધરમપુરમાં બી.એસ.એફ. જવાનોનું ભવ્‍ય સન્‍માન સ્‍વાગત સાથે માકડબન ગામે ભવ્‍ય સન્‍માન

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

vartmanpravah

Leave a Comment