January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં બી.એસ.એફ. જવાનોનું ભવ્‍ય સન્‍માન સ્‍વાગત સાથે માકડબન ગામે ભવ્‍ય સન્‍માન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: દક્ષિણ ગુજરાતમાં ધરમપુરની પવિત્ર ધરતી પર સરહદની સુરક્ષા કરી વતન આવતાં બી.એસ.એફ. જવાન જીવલાભાઈ ઉર્ફે જીજ્ઞેશભાઈ જી. કુરકુટીયા (હેડ કોન્‍સ્‍ટેબલ, બી.એસ.એફ) તથા પ્રવિણભાઈ એમ. ખિરારી (હેડ કોન્‍સ્‍ટેબલ, બી.એસ.એફ) સીમા સુરક્ષા દળમાંથી નિવૃત કર્મચારી ધરમપુર આવી પહોંચતા સ્‍થાનિકઅગ્રણીઓ, કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદ પટેલ, પેરામિલેટ્રી સંગઠન દ્વારા પણ તેમને સ્‍વાગત કરી આવકાર આપવામાં આવ્‍યો હતો. જવાનો અને વીર નારીઓ અને ગ્રામજનો ધરમપુરની તમામ નગરજનો આખું શહેર દેશભક્‍તિના ગીતો સાથે રંગાઈ ગયું હતું. ભવ્‍ય સન્‍માન સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માકડબન ગામે હરીશભાઈ પટેલ હરીશ આર્ટ વાપીના પ્રમુખ સ્‍થાને બી.એસ.એફ જવાનોનું ભવ્‍ય સન્‍માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. હરીશભાઈ પટેલ સાથે બે નિવૃત જવાનો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આદિવાસી સમાજના બી.એસ.એફ જવાન જીવલાભાઈ ઉર્ફે જીજ્ઞેશભાઈ જી. કુરકુટીયા (હેડ કોન્‍સ્‍ટેબલ, બી.એસ.એફ) તથા પ્રવિણભાઈ એમ. ખિરારી (હેડ કોન્‍સ્‍ટેબલ, બી.એસ.એફ) સીમા સુરક્ષા દળમાંથી કુશળ મંગલ પોતાના ઘરે પરત થતા કુટુંબ ગામના અને સમાજના આગેવાનો દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ખુશાલભાઈ વાઢું જનરલ સેક્રેટરી પેરામિલેટ્રી સંગઠન પ્રમાણપત્ર આપી સન્નમાન કરવામાં આવ્‍યું હતું.
ત્રણ દરવાજા ખાતેથી રેલીમાં સ્‍વયંભૂ ખુબ મોટી સંખ્‍યામાં બાઈક, ફોર વ્‍હીલ અને લોકો રેલીમાં જોડાયા હતા. એક વિશેષ શોભાયાત્રા નીકળી હતી.
માકડબનગામે ફૂહૃ ર્ષ્ટીર્શ્વીશશ્રશર્દ્દીશ્વક્ક ના જવાનો અને વીર નારીઓ અને ગ્રામજનો ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ત્રણ દરવાજા ખાતેથી રેલીમાં સ્‍વયંભૂ ખુબ મોટી સંખ્‍યામાં બાઈક, ફોર વ્‍હીલ અને અને લોકો રેલીમાં જોડાયા હતા. એક વિશેષ શોભાયાત્રા નીકળી હતી. ધરમપુરના બજારમાં ફરી હતી.
ધરમપુરથી માંકડબન વિશાળ રેલીમાં અનેક લોકો દ્વારા બી.એસ.એફ જવાન જીવલાભાઈ ઉર્ફે જીજ્ઞેશભાઈ જી. કુરકુટીયા (હેડ કોન્‍સ્‍ટેબલ, બી.એસ.એફ) તથા પ્રવિણભાઈ એમ.બિરારી (હેડ કોન્‍સ્‍ટેબલ, બી.એસ.એફ) સીમા સુરક્ષા દળને સન્નમાન સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બીઆરસી સેલવાસ દ્વારા વિઝન એનરિચમેન્‍ટ કાર્યક્રમમાં કેન્‍દ્ર શાળા નરોલીમાં વિદ્યાર્થીનીઓને સકારાત્‍મકતા સાથે પોતાના લક્ષ્યોને હાંસલ કરી જીવનને સફળ બનાવવા બતાવેલી ચાવી

vartmanpravah

એક વ્‍યક્‍તિએ કરેલી ફરિયાદના આધારે સેલવાસ પોલીસે ક્રિપ્ટોકરન્‍સી નામે છેતરપીંડી કરતા બે આરોપીની કેરળથી કરેલી ધરપકડ

vartmanpravah

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વધાવવા થનગની રહેલું દીવ

vartmanpravah

કાઉન્‍સિલની પ્રથમ બેઠકમાં ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’થી દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ દરેકના પ્રયાસોથી શહેરને સ્‍વચ્‍છ સુંદર અને રળિયામણું બનાવવા વ્‍યક્‍ત કરેલો વિશ્વાસ

vartmanpravah

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

vartmanpravah

Leave a Comment