(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસનના રાજભાષા વિભાગ દ્વારા હિન્દી ભાષાનો વધુ ને વધુ પ્રમાણમાં ઉપયોગ થાય અને તેઓ પ્રચાર પ્રસાર થાય માટે દમણ અને સેલવાસમાં એક દિવસીય હિન્દી કાર્યશાળાનું આયોજનકરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિવાસી નાયબ કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખ અને રાજભાષા વિભાગના પૂર્વ ઉપ નિર્દેશક શ્રી એસ.બી.પટિયાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નિવાસી નાયબ કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખે પ્રશાસનિક વ્યવહારમાં રાજભાષા હિંદીના ક્રિયાન્વયન પર ભાર આપતા ઉપસ્થિત કર્મચારીઓને હિન્દીમાં કામ કરવાની અપીલ કરી હતી. શ્રી એસ.બી.પટિયાલે હિન્દી ટિપ્પણી અને પ્રારૂપ લેખન અંગે વિસ્તૃત જાણકારી આપતા પ્રશાસનિક કાર્યોમાં વધુ ને વધુ હિન્દી ભાષાનો ઉપયોગ કરવા અને મોટાભાગના તમામ વ્યવહારો હિન્દી ભાષામાં કરવામાં આવે તે માટે રાજભાષાની પ્રગતિમાં યોગદાન આપવા જણાવ્યું હતું. આ કાર્યશાળામાં કાર્યાલય અધ્યક્ષ ડો. અનિલ કૌશિક અને પ્રશાસનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક કર્મચારીઓને રાજભાષામાં કામ કરવા અને તેના મહત્વ બાબતે સમજાવવામાં આવ્યુ હતું.
સંઘપ્રદેશને દિન-પ્રતિદિનના પ્રશાસનિક કાર્યાલયોના કાર્યમાં રાજભાષાનો પ્રયોગ કેવી રીતે સહજ રૂપે કરી શકાય એના પર વિસ્તારથી જાણકારી આપવામા આવી હતી.