December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

નાનાપોંઢાથી રૂા.65 લાખ ઉપરાંતનો અફીણ ડોડા ભરેલ કન્‍ટેનર ઝડપાયું : બેની અટક-ત્રણ વોન્‍ટેડ

અફીણ ડોડાનો જથ્‍થો એમ.પી.થી ભરાયો હતો : સેલવાસમાં અન્‍ય કન્‍ટેનરમાં ટ્રાન્‍સફર કરી પંજાબ મોકલાય તે પહેલા એસ.ઓ.જી.એ ઝડપી લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ એસ.ઓ.જી.એ નાનાપોંઢાથી રૂા.65 લાખનો 2148 કિલો અફીણનો જથ્‍થો 100 મોટા થેલા સાથે કન્‍ટેનરને ઝડપી પાડી બે ની અટકી કરી ત્રણ આરોપી વોન્‍ટેડ જાહેર કર્યા છે. કેફી અપીણનો મોટો જથ્‍થો ઝડપી પાડી એસ.ઓ.જી.એ મોટી સફળતા મેળવી છે.
પોલીસ સુત્રો મુજબ એસ.ઓ.જી. વલસાડને મળેલી બાતમી આધારે શનિવારે નાનાપોંઢા ઉપર વોચ ગોઠવી હતી. પાકી બાતમી મુજબનું કન્‍ટેનર નં.એમએચ 04 જીએફ 8493 નાસિક તરફથી આવતા પોલીસે અટકાવી ચેકીંગ કરતા કન્‍ટેનરમાં અફીણ પોસ ડોડાનો વિપુલ જથ્‍થો મળી આવ્‍યો હતો. ડ્રાઈવર અને ક્‍લિનર લક્ષ્મણ (રહે.નાસિક), રતનલાલ (રહે.ચિતોડગઢ, રાજસ્‍થાન)ની ધરપકડ કરી હતી. કન્‍ટેનરને પોલીસ સ્‍ટેશન લઈ જવાયું હતું. ત્‍યાં વધુ પુછપરછમાં આરોપીઓએ કબુલ્‍યુ હતું કે, આ જથ્‍થો એમ.પી.થી ભરેલ છે અને સેલવાસ લઈ જવાનો હતો. ત્‍યાં બીજી ટ્રકમાંટ્રાન્‍સફર કરને અફીણ ડોડાનો જથ્‍થો પંજાબ પહોંચાડવાનો હતો. પંજાબમાં ડીલેવરી ગુરૂદાસ, અને સન્ની લેવાના છે. તેમજ જથ્‍થો એમ.પી.થી કાલાએ ભરી આપેલ છે. પોલીસે ત્રણને વોન્‍ટેડ જાહેર કર્યા હતા. પોલીસે 2148 કિ.ગ્રામ અફીણ ડોડાનો જથ્‍થો બજાર કિંમત આશરે 65 લાખ ઉપરાંતનો ટ્રક સાથે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસ એમ.પી. સેલવાસ અને પંજાબ, રાજસ્‍થાન ઉપર ફોકસ કરી વધુ ભેદી તપાસ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
——

Related posts

ભીલોસા ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા નરોલી ગ્રામ પંચાયતને મોક્ષ રથની અપાયેલ ભેટ: જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે મોક્ષ રથનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah

સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના મંત્રને સાકાર કરતી દૂધ સંજીવની યોજના

vartmanpravah

આજે સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિ પ્રબુદ્ધ નાગરિકોની સભાને સંબોધશે

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં વિવિધ રામાયણ પાત્ર સ્‍પર્ધાના બાળકોનું સન્‍માન કરાયું

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુની ચપેટમાં આવેલા યુવકનું તેમના વતન રાજસ્‍થાનમાં થયેલું મોત

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત સંકલનમાં દાનહની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા(અંગ્રેજી માધ્‍યમ) ટોકરખાડાથી ‘તંમાકુ મુક્‍ત યુવા અભિયાન 2.0’નો કરાયો પ્રારંભ

vartmanpravah

Leave a Comment