July 26, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આગના વિકરાળ સ્‍વરૂપથી પાસેના ઝાડ બળીને ખાખ થઈ જતા પક્ષીઓ સહિત પર્યાવરણનો ખુરદો બોલી ગયો

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: કપરાડાના નાનાપોંઢા ગામે કોલક નદીને કિનારે ગેરકાયદેધમધમતા ભંગારના ગોડાઉનમાં રવિવારે રાત્રે ભિષણ આગ લાગી હતી. આગમાં ગોડાઉન આખું બળીને ખાખ થઈ ગયું હતું. આગના બનાવને લઈ સમગ્ર વિસ્‍તારમાં અફરા તફરી મચી જવા પામી હતી.
નાનાપોંઢા વિસ્‍તારમાં કોલક નદી કિનારે કાર્યરત ભંગારના ગોડાઉનમાં રવિવારે રાત્રે અચાનક અભિષણ આગ લાગી હતી. આગ બુઝાવવા માટે ધરમપુર તથા વાપીથી ફાયર ફાઈટરો ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. અસંખ્‍ય ગ્રામ્‍યજનો પણ એકઠા થઈ ગયા હતા. પરંતુ આગને બુઝાવવામાં નિષ્‍ફળતા મળી હતી. આ આગમાં પાસે આવેલા વૃક્ષો પણ બળીને ખાખ થઈ ગયા હતા. પક્ષીઓને પણ ભારે હાની પહોંચી હતી. આગને લઈ પર્યાવરણનું ભારે નુકશાન પહોંચ્‍યું હતું. નાનાપોંઢા જેવા અંતરિયાળ વિસ્‍તારોમાં કોઈપણ રોકટોક વગર ગેરકાયદે ભંગારના ગોડાઉનો ધમધમી રહ્યા છે ત્‍યારે આવા ગોડાઉનો ઉપર કાયદાનો કોરડો વિંઝાવો જોઈએ તેવું સ્‍થાનિકો ઈચ્‍છી રહ્યા છે.

Related posts

રાજ્‍યસભાના સાંસદતરીકે વિજેતા બનેલા એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા પ્રફુલભાઈ પટેલની દાનહ-દમણ-દીવ પ્રદેશ એન.સી.પી. પ્રમુખ ધવલભાઈ દેસાઈએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કપરાડા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ અને ડેપ્‍યુટી સરપંચોઍ વિધિવત કાર્યભાર સંભાળ્‍યો

vartmanpravah

દમણ અને દીવ તેની આઝાદીથી જ રાષ્‍ટ્રપતિ શાસન હેઠળઃ સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

vartmanpravah

વર્તમાન પ્રવાહના અહેવાલ બાદ: ચાસા-મજીગામ માઈનોર કેનાલમાં અધિકારીઓ દ્વારા કામની ગુણવત્તામાં સુધારો કરાવી પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચાડાતા ખેડૂતોએ અનુભવેલો હાશકારો

vartmanpravah

નવસારીની કાલિયાવાડી આંગણવાડી ખાતે જન્માષ્ટમીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment