Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સમસ્‍ત વલસાડ જિલ્લા બ્રાહ્મણના આગેવાનોની મીટિંગ યોજાઈ: ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચારનાર સ્‍વામિનારાયણના સંત સામેશિવભક્‍તોમાં આક્રોશ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લાના સમસ્‍ત બ્રાહ્મણ સમાજના આગેવાનોની મીટિંગ શનિવારે પારડી એકલીંગજી હોલમાં યોજાઈ હતી. જેમાં તાજેતરમાં સ્‍વામિનારાયણ સંતો દ્વારા શિવજીના અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચારાયા હતા. એ બાબતે મીટિંગમાં ઉપસ્‍થિત શિવભક્‍તોએ વખોડી આક્રોશ ઠાલવ્‍યો હતો.
સમસ્‍ત બ્રહ્મ સમાજના આગેવાનોની મીટિંગ પ્રમુખ બી.એન. જોષીની અધ્‍યક્ષતામાં યોજાઈ હતી. એકત્રિત થયેલા બ્રહ્મ સમાજના આગેવાનોએ જણાવ્‍યું હતું કે, સ્‍વામિનારાયણ સંપ્રદાયના આનંદ સાદગ સ્‍વામિએ ભગવાન શિવ ઉપર આપત્તિજનક શબ્‍દો ઉચ્‍ચાર્યા હતા, જેને લઈ શિવ ભક્‍તોમાં રોષ પેલાયેલો છે. સનાતન ધર્મ વિશે વિવાદાસ્‍પદ નિવેદનને ચલાવી લેવાશે નહી. શ્રી જોષીએ જણાવ્‍યું હતું કે, શિવ પર વિવાદાસ્‍પદ નિવેદનો હવે ન આવવા જોઈએ. સ્‍વામિનારાયણ સંતો એવા બેફામ નિવેદનોથી બચે એ જરૂરી છે. મીટિંગમાં મહુવાથી લઈ મુંબઈના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

vartmanpravah

નરોલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાનહ કોંગ્રેસે 2 ઓગસ્‍ટ-‘દાનહ મુક્‍તિ દિવસ’ની ઉજવણી ધામધૂમથી કરવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

મોટા વાઘછીપામાં સાસરે રહેતા ઘર જમાઇએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

સ્‍વાગત સપ્તાહની ઉજવણીની શરૂઆતમાં ગ્રામ સ્‍વાગત કાર્યક્રમોમાં વલસાડ જિલ્લામાંથી 608 અરજી મળી

vartmanpravah

કમ્‍ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્‍નતિ નથી : નેતાગીરી માટે પહેલ આવશ્‍યક

vartmanpravah

Leave a Comment