September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

મોટર સાયકલ સવાર રોહિણાથી કામ અર્થે મોતીવાડા જઈ રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી તાલુકાના રોહીણા ડોક્‍ટર ફળિયા ખાતે રહેતા વિજયભાઈ ચંદુભાઈ પટેલ તારીખ 11.9.2022 ના રોજ કામ અર્થે જઈ રહ્યા હતા આ દરમિયાન મોતીવાડા એસ.આર.પેટ્રોલ પંપની સામે વલસાડથી વાપી જવાના હાઇવે પર એક અજાણ્‍યા વાહન ચાલકે પુરપાટ ઝડપે પોતાનું વાહન હંકારી તેમની મોટરસાયકલ પેશન નંબર જીજે 15 એજી 4861 ને પાછળથી ટક્કર મારી ભાગી છુટયો હતો. આ અકસ્‍માતમાં વિજયભાઈને માથા તથા હાથ પગમાં ગંભીર ઈજાઓ થતા તેમનું સ્‍થળ પર જ કરુણ મોત થયું હતું. આ અંગેની જાણ રોહીણાના સરપંચ રવિન્‍દ્રભાઈએ વિજયભાઈના પરિવારને કરતા તેઓએ પારડી પોલીસ સ્‍ટેશનમાં આ અકસ્‍માત અંગેની ફરિયાદ નોંધાવતા પારડી પોલીસ અજાણ્‍યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં હાજર રહેવા આપેલું વિધિવત આમંત્રણ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં દવાની 13 દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નં.6માં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન- 5માં 61 શાળા-કોલેજના 350થી વધુ શિક્ષકોએ ભાગ લીધો

vartmanpravah

પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

ઝરોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વનભોજનનુ આયોજન કરાયુ

vartmanpravah

Leave a Comment