Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરખાઈ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

પશુપાલન શિબિરમાં પશુમાવજત, પશુ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી, પશુ આરોગ્ય અને પશુપાલન યોજનાઓની માહિતી અને માર્ગદર્શન પશુપાલકોને આપવામા આવ્યુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.20: નવસારીના જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ આજ રોજ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ચીખલીના સુરખાઇ ઢોડિયા સમાજની વાડી ખાતે યોજાયો હતો. જેમા તાલુકાના અંદાજે ૩૦૦ જેટલા પશુપાલકો ઉત્સાહ સાથે પશુપાલન શિબિરમાં ભાગ લીધો હતો.
પશુપાલન શિબિરમાં પશુઆહાર, પશુસંવર્ધન, પશુમાવજત, પશુઆરોગ્ય, દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તેમજ પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિશે વિસ્તૃતમા માહિતી આપવામા આવી હતી. આ શિબિરમા કૃષિના નિષ્ણાંતો દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા પર ભાર મુકવામા આવ્યો હતો,
આ પ્રસંગે નવસારી જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ દ્વારા દેશી ગાય આધારીત ખેતી કરી પશુપાલકોની આર્થિક સુખાકારીમાં વધારો કરવા માટે પશુપાલકોને આહવાન કરવામાં આવ્યું હતુ. અને પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલન કરી ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવી શકાય અને પશુપાલન વ્યવસાયમાં કેવી રીતે આગળ વધી શકાય તે વિષય પર માર્ગદર્શન આપ્યું હતુ.
કાર્યક્રમમાં નવસારી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી શ્રીમતી અંબાબેન માહલા, ચીખલી, વાંસદા, ખેરગામ અને વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યોશ્રીઓ પશુપાલન વિષય નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો 26મી જાન્‍યુ.થી થનારો આરંભ

vartmanpravah

સેલવાસની એસ.એસ.આર.કોલેજના પ્રા.મોહમ્‍મદ બિલાલ અબુબકર ભડાને એનાયત થયેલી પી.એચ.ડી.ની ડીગ્રી

vartmanpravah

આજે વાપી રામલીલા મેદાન પાસે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની જંગી જાહેર સભા યોજાશે

vartmanpravah

વલસાડમાં ડેંગ્‍યુની બિમારીથી યુવતિએ જીવ ગુમાવ્‍યો

vartmanpravah

આજથી ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન હડતાલ પર : પ00થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે

vartmanpravah

…તો પ્રદેશમાં કોરોના ફરી માથુ ઉંચકવાની હિંમત નહી કરી શકશે

vartmanpravah

Leave a Comment