August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડી ઓવરબ્રિજ પાસેથી રૂા.4,50,000 ના મુદ્દામાલ સાથે દારૂ ઝડપથી પારડી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: તારીખ 11-9-2022 ના રોજ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ એમ.પી. પટેલ, પોલીસ કોન્‍સ્‍ટેબલ રાહુલ દિનેશભાઈ, હેડ કોન્‍સ્‍ટેબલ પ્રદિપસિંહ પ્રતાપસિંહ તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ કૈલાશભાઈ બુધાભાઈ ખાનગી વાહનમાંપેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને સારણથી ઓરવાડ થઈ એક મહેન્‍દ્ર પીકઅપ વાન નંબર જીજે 03 ઝેડ 6784 કંતાનના બારદાનની આડમાં દારૂનો જથ્‍થો લઈ દેવભૂમિ દ્વારકા જઈ રહ્યા હોવાની બાતમી મળતા પારડી પોલીસે ચાર રસ્‍તા ઓવરબ્રિજ નજીક વોચ ગોઠવી બાતમી વાળી પીકઅપ ટેમ્‍પો નંબર જીએચ 03 એચ 6784 ને ઉભી રાખી ચેક કરતા આ પીકઅપ ટેમ્‍પામાંથી 264 નંગ દારૂના બોટલનો જથ્‍થો મળી આવ્‍યો હતો. આમ પારડી પોલીસે રૂા.1,53,600 નો દારૂ, 3 લાખ રૂપિયા ટેમ્‍પાની કિંમત અને 1000 નો મોબાઇલ મળી રૂા.4,54,600 નો મુદ્દા માલ સાથે આરોપી સંજયભાઈ અરજણ નકુમ રહે. જામખંભાળિયા, ધરમપુર મોહલ્લો, મસ્‍જિદની બાજુમાં, દેવભૂમિ દ્વારકાની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમ્‍યાન આ દારૂનો જથ્‍થો રાહુલ ઉર્ફે રમેશભાઈ ગોપાલભાઈ ધારાણી રહે. લલીયા તાલુકા ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા દારૂ ભરી આપી અલ્‍ટો કાર નંબર જીજે 23 એચ 0959 લઈ આગળ આગળ પેટ્રોલિંગ કરતા હોવાનું જણાવતા પોલીસે રાહુલ અને એક અન્‍ય અજાણીયા ઈસમ ને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર મુસાફરો ભરેલો ટેમ્‍પો પલટી મારી ગયો : મુસાફરોને નાની મોટી ઈજા

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં લોક અદાલત યોજાઈઃ કુલ 3,32,83,873 રૂપિયાનું કરાયું સેટલમેન્‍ટ

vartmanpravah

ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર

vartmanpravah

વલસાડ સરદાર પટેલ સ્‍ટેડિયમમાં 3 જાન્‍યુ.થી 6 જાન્‍યુ. દરમિયાન પંજાબ વિરૂધ્‍ધ ગુજરાત રણજી ટ્રોફી મેચ યોજાશે

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની એક મહિલા કંડક્‍ટરે કરેલી આત્‍મહત્‍યાઃ સ્‍માર્ટ સીટી બસનો વહીવટ શંકાના દાયરામાં

vartmanpravah

Leave a Comment