January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર

કલીયુગમાં પણ ચમત્‍કાર બને છે તેવું ભક્‍તોએ જમાવ્‍યું : મોટાભાઈની વિદાય બાદ નાના ભાઈ રડી પડયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: ધરમપુરમાં સોમવારે સારંગપુર હનુમાન દાદા સંસ્‍થાનને 175 શતાબ્‍દિ વર્ષની ઉજવણી અંતર્ગત દાદા રથમાં બિરાજી ભક્‍તોને દર્શન આફવા ગામેગામ ફરી રહ્યા છે તે અંતર્ગત આજે ધરમપુર હનુમાન મંદિરે સારંગપુરનો રથ આવ્‍યો હતો. લોકોના દર્શન બાદ રથ ધરમપુરથી નિકળી વાપી તરફ જવા નિકળ્‍યો હતો ત્‍યારે ચમત્‍કાર સર્જાયો હતો.
ધરમપુર હનુમાન મંદિરથી સારંગપુરનો રથ વિદાય થયા બાદ ધરમપુરના હનુમાન મંદિરના દાદાની આંખમાં આંસુ દેખાયા હતા. મુખ્‍ય મહંત અને ભાવિકોએ દોડી આવ્‍યા હતા. શ્રધ્‍ધાળુ ભાવિકોએ વિડીયો પણ ઉતારતા હતા. મહંત હરિવલ્લભદાસજીએ જણાવ્‍યું હતું કે, મોટાભાઈ નાનાભાઈને મળીને વિદાય થાય તેનું દુઃખ વક્‍ત કર્યુ છે. ઘટનાની જાણ શહેરમાં થતા હજારો ભાવિકો હનુમાન મંદિરે ઉમટી પડયા હતા. મહંતે માફી પણ માંગી હતી કે દાદા હર્ષના આંસુ હોય તો વાંધો નહી પણ કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. લોકો માની રહ્યા હતા કે કલીયુગમાં ચમત્‍કાર થાય છેજેનો આ પુરાવો છે.

Related posts

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

vartmanpravah

દાદરા નગર હવેલી વારલી સમાજ દ્વારા પ્રદેશમાં શિક્ષણની જાગૃતિ માટે મસાટ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

વાપી આનંદનગર સ્‍વામિનારાયણમાં પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૪.૮૪ ઇંચ સાથે મોસમનો ૮૪.૬૫ ઇંચ વરસાદ

vartmanpravah

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

vartmanpravah

વલસાડના જમાઈ ધવલ પટેલને જીતાડવા પારનેરા વાસીઓમાં ભારે ઉત્‍સાહ છવાયો

vartmanpravah

Leave a Comment