September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

મલાવ રેલવે ફાટક ઉપર મુસાફરો ભરેલી એસટી બસ ખોટકાતા થોડા સમય માટે સર્જાયેલો ભયનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ તાલુકાના ભીલાડ નજીકના મલાવ ખાતે રેલવે ફાટક ઉપર ઉમરગામથી અંબાજી રૂટ ઉપર ચાલતી મુસાફર ભરેલી એસટી બસ એકાએક બંધ પડતા મુસાફરોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાવા જવા પામ્‍યો હતો. સર્જાયેલી આ મુશ્‍કેલ ભરી પરિસ્‍થિતિમાં રેલવે ફાટક ઉપર અટકેલી બસને તાત્‍કાલિક દૂર કરવા રાહદારીઓ અને મુસાફરોએ ધક્કો મારી રેલવે ટ્રેક પસાર કરાવતા હાંસકારો અનુભવ્‍યો હતો.
ઉમરગામથી અંબાજી સુધી ચાલતી એસટી બસ લાંબા સમયથી કાર્યરત હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ બસ આવકની દ્રષ્ટિએ પણ એસટી વિભાગ માટે નફાકારક હોવાનું જણાઈ રહ્યું છે. મુસાફરોની માંગને ધ્‍યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા બે બસ સેવા આપવામાં આવી છે. પરંતુ ફિટનેસની દ્રષ્ટિએ બસની હાલત ખરાબ છે. બસની અંદરના મુસાફરોની બેઠક સીટ તેમજ અન્‍ય વ્‍યવસ્‍થા પણ યોગ્‍ય નથી જેની મુસાફરો દ્વારા વારંવાર રજૂઆત છતાં એસટી તંત્ર ધ્‍યાન પર ન લેતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

કપરાડાના યુવાનને નેવરીમાં અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સ્‍થળ પર જ મોત

vartmanpravah

ચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્‍પ રહેતા વાહન ચાલકો અને સ્‍થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્‍કેલીમાં

vartmanpravah

દીવમાં મેઈન રોડ પર માટી ભરેલું ડમ્પર ફસાયું

vartmanpravah

ચીખલી-રાનકુવા માર્ગ ઉપર માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્‍તુતિકરણની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

થાણેના સ્‍વાનંદ બાબા આશ્રમમાં આયોજિત હોળી મિલન સમારોહમાં વિપુલ સિંહે પ્રેમની હોળી રમી

vartmanpravah

પ્રગટેશ્વરધામ આછવણી દ્વારા ભાઇબીજના પાવન પર્વે ગલતેશ્વર મહાદેવ મંદિર-ટીંબા ખાતે યમયજ્ઞ કરાયો

vartmanpravah

Leave a Comment