Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 108 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી જીઆઈડીસીમાં ઘણાનાના-મોટા ઉદ્યોગો આવેલા છે અને વારંવાર રક્‍તની જરૂરીયાત ઉભી થતી હોય છે. જેને ધ્‍યાનમાં રાખી તા.11 સપ્‍ટેમ્‍બર 2022ના રોજ પુરીબેન પોપટ લાખા લાયન્‍સ બ્‍લડ બેન્‍ક ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રક્‍તદાન શિબિરનું ઉદ્દઘાટન ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રી (નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ) કનુભાઈ દેસાઈના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. વીઆઈએના પ્રમુખ કમલેશભાઈ પટેલ, વીઆઈએ સેક્રેટરી અને વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ હેમંત પટેલ, પુરીબેન પોપટ લાખા બ્‍લડ બેન્‍કના ટ્રસ્‍ટી કેતનભાઈ જોશી, એસ.યુ.વી.ના ફાઉન્‍ડર કૃષિત શાહ અને વિલાસ ઉપાધ્‍યાય હાજર રહ્યા હતા. આ રક્‍તદાન શિબિરમાં એન્‍જિનિયર્સ એસોસિએશનના સભ્‍યો, પરિવારજનો અને મિત્ર વર્તુળ અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્‍યામાં હાજર રહી રક્‍તદાન કર્યું હતું. આ રક્‍તદાન શિબિરમાં 108 યુનિટ રક્‍ત એકત્રિત કરવામાં આવ્‍યું હતું.
આ રક્‍તદાન શિબિરમાં વાપીના કેમિસિન્‍થ ગ્રુપ, સાવલા લેમિનેટ, એકરા પેક, નેચરલ કોન્‍સેપ્‍ટ સહિત અન્‍યોએ સાથ સહકાર આપી રક્‍તદાન શિબિરને સફળ બનાવવામાં સહયોગ આપ્‍યો હતો.
આ રક્‍તદાન શિબિરને સફળ બનાવવા આ પ્રસંગે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપીના પ્રમુખ પાર્થિવમહેતા, ઉપપ્રમુખ અંબાલાલ બારીયા, સેક્રેટરી કમલેશ લાડ, જોઈન્‍ટ સેક્રેટરી વિવેક મડિયા, આઈપી જયેશ ઘટાલિયા, ખજાનચી કલ્‍પેશ બથીયા, સહ ખજાનચી સંતોષ કુમાર, બ્‍લડ કેમ્‍પના પ્રોજેક્‍ટ ચેરમેન ધર્મેશ કાપડિયા, કો-ચેરમેન અને ટ્રસ્‍ટી મેહુલ પટેલ, અન્‍ય ટ્રસ્‍ટીઓ અરૂણ અગરકર, જે.આર. શાહ, ઈએવીના કમિટિ સભ્‍યો પંકજ દામા, મિતેશ શ્રોફ, જયદિપ દલસાણીયા, બંકિમ અમીન, આશિષ દેસાઈ તથા સભ્‍યો જય મહેતા, જય ગાંધી, રાજેશ શાહ અને મિતેશ મહેતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Related posts

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિજેતા ભાજપના પાંચ ધારાસભ્‍યો પૈકી ભૂપેન્‍દ્ર પટેલની નવી કેબિનેટમાં બે સ્‍થાનની શક્‍યતા

vartmanpravah

સેલવાસના કેટલાક નામાંકિત બિલ્‍ડરોની સોસાયટી દ્વારા ડોકમરડી ખાડીમાં છોડાતું ગંદું પાણી

vartmanpravah

દમણ-દીવમાં નેતા કેવા હોવા જોઈએ તેની પ્રતિતિ કરાવતા પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

ધારેલું સુખ પ્રભુની કૃપાથી મળતુ હોય છે પરંતુ અણધારેલું સુખ હંમેશા પિતૃઓની કૃપાથી મળે છેઃ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની

vartmanpravah

Leave a Comment