July 30, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

લાયન્‍સ કલબ પારડી પર્લના સેવાકીય કાર્યમાં એક નવું છોગુ ઉમેરતા પ્રેસિડન્‍ટ મોહમ્‍મદ નલવાલા અને તેમની ટીમ

સામાજિક વનીકરણના સહયોગથી ફક્‍ત વીસ દિવસમાં 40 એકર જમીનમાં 20 હજાર જેટલા રોપઓ રોપી પર્યાવરણની કરી જાણવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લના પ્રેસિડેન્‍ટ લા.મોહમ્‍મદ નલવાલા, ડિસ્‍ટ્રીકટ કેબિનેટ સેક્રેટરી લા.પ્રેમલસિંહ ચૌહાણ તથા ટ્રેઝરર લા.ભરતભાઇ દેસાઈ તથા લાયન મેમ્‍બર્સ લા.પ્રીતેશ ભરુચા, લા.કેઝરભાઈ મુસાની, લા.સમીર દેસાઈ, લા.શરદ દેસાઈ જેવા કર્મઠ લાયન મેમ્‍બર્સની ટીમે, ડિસ્‍ટ્રીકટ ગવર્નર શ્રી લા.મુકેશ પટેલની લાગણીને એમનું સ્‍વપ્ન સાકાર કરતા છેલ્લા વીસ દિવસમાં પારડી તાલુકાના દશવાળા ગામની 9 એકર, પરિયા ખાતે 19 એકર તથા ડુમલાવ ખાતે 8 એકર જેટલી જગ્‍યામાં સામાજિક વનીકરણ વિભાગના અધિકારી ગામીત તથા પ્‍લાન્‍ટ ઈનચાર્જ શીતલ પટેલના સહયોગથી 20 હજાર જેટલા રોપાઓ રોપી પર્યાવરણ જાણવણીની પત્‍યે પોતાની ફરજ અદા કરી હતી. મોહમ્‍મદ નલવાલા પ્રેસિડન્‍ટ બન્‍યા બાદ લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લએ એક નવી દિશા તરફ પગલાં ભરી ખૂબ ટૂંકા ગાળામાં અનેકવિધ સેવાકીય કાર્યક્રમો આપી લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લનુ નામ ચારોતરફ ગુંજતું કર્યું છે.

Related posts

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ દાનહના તિઘરા અને કૌંચા ગામ ખાતેથી શરૂ કર્યો સેલ્‍ફી વિથ લાભાર્થી મહિલા કાર્યક્રમ

vartmanpravah

અતુલ સેકન્‍ડ ગેટ વિસ્‍તારના બંગલામાં ચોરી : તસ્‍કરોએ જતા જતા કાજુ-બદામની જયાફત પણ માણી

vartmanpravah

વલસાડમાં રાષ્‍ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડી બેંકોના ખાનગીકરણ બિલનો કરેલો વિરોધ

vartmanpravah

સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષામાં પરિણામ નબળુ આવતાં દાનહની બે ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ તણાવમાં આવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

સતત ત્રીજી વખત હરિયાણા વિધાનસભા ભાજપે હાંસલ કરતા જીતની ખુશી મનાવતો પારડી શહેર ભાજપ

vartmanpravah

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

Leave a Comment