70 કિ.મી.ની ઝડપે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરતા બોટો સુરક્ષિત કરી દેવાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23
અરબ સાગરમાં હવામાનમાં પલટો આવ્યો છે. તેથી હવામાન ખાતાની આગાહી બાદ વલસાડ જિલ્લાની 800 જેટલી બોટોને જખૌ, વેરાવળ અને મહારાષ્ટ્રના કેટલાક બંદરો ઉપર લંગારી દેવામાં આવી છે.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં 70 કિ.મી.ની ઝડપે પવન અને વરસાદ પડશે તેવી માહિતી મળતા જ વલસાડ જિલ્લાના 800 ઉપરાંત બોટ હાલમાં સમુદ્રમાં માછીમારી કરી રહી છે. એ તમામ બોટ સૌરાષ્ટ્રના જખૌ-વેરાવળ બંદરે તથા મહારાષ્ટ્રમાં રોનાગીરી, પાઉલ વગેર બંદરે માછીમારોએ બોટોને સુરક્ષિત લાંગરી દીધી છે.
જો કે જાન્યુઆરી મહિનો માછીમારી માટે શ્રેષ્ઠ મહિનો ગણાય છે.પરંતુ કુદરતી આફતને લઈ માછીમારોને આર્થિક નુકસાન પડશે એવું માછીમાર અગ્રણી મગનભાઈ ટંડેલે જણાવ્યું હતું.