July 24, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

ટોરેન્‍ટ પાવરની અક્ષમ્‍ય બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી નિધન

  • ઈલેક્‍ટ્રીક લાઈનની સર્વિસનું કામ કરી રહેલા મુકેશ માહદુ વાઘનું અકાળે અવસાન થતાં ગામલોકોમાં ફેલાયેલો આક્રોશ

  • સરપંચ સહિત આગેવાનોએ ટોરેન્‍ટ પાવરના અધિકારી-એન્‍જિનિયરોની લીધેલી ખબરઃ પોતાની જવાબદારીમાંથી છટકવા ટોરેન્‍ટ પાવરે શરૂ કરેલી બહાનાબાજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના કૌંચા પંચાયત વિસ્‍તારમાં આવેલ બિલધરી પટેલ પાડા ખાતે આજે ઈલેક્‍ટ્રીકના થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પર મુકેશ વાઘનું શોક લાગવાથી નિધન થતાં ટોરેન્‍ટ પાવરની અક્ષમ્‍ય ઉદાસિનતા છતી થવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના કૌંચા પંચાયત ખાતે બિલધરી પટેલ પાડામાં એક ઈલેક્‍ટ્રીકના થાંભલા ઉપર ઈલેક્‍ટ્રીકલ કોન્‍ટ્રાક્‍ટર રોઝી ઈલેક્‍ટ્રીકલ્‍સ દ્વારા ટોરેન્‍ટ પાવર વતી ઈલેક્‍ટ્રીક લાઈનની સર્વિસનું કામ કરવામાં આવી રહ્યું હતું. જેમાં મુકેશ માહદુ વાઘ (ઉ.વ.26) રહે. ગાઢવી ટમ્‍બલમલ (ગુજરાત) ટેક્‍નીકલ હેલ્‍પર તરીકે કામ કરતો હતો. પરંતુ ઈલેક્‍ટ્રીક પોલ ઉપર કામ કરતા સમયે અચાનક શોક લાગતાં ઘટના સ્‍થળે જ મોત થવા પામ્‍યું હતું.
આઘટનાની ખબર પડતાં જ તાત્‍કાલિક બીજા વાયરમેન દોડી આવ્‍યા હતા અને તેમણે નજીકની લાઈન બંધ કરી મુકેશની બોડીને નીચે ઉતારી હતી. આ ઘટનાની ખબર મળતાં જ ટોરેન્‍ટ પાવરના એન્‍જિનિયરો અને અધિકારીઓ દોડતાં થયા હતા. ગામના સરપંચ અને આગેવાનોએ પૂછપરછ કરતાં તેઓએ ગલ્લાતલ્લાં કરવાનું શરૂ કર્યું હતું. ટોરેન્‍ટ પાવરે પોતાની જવાબદારીમાંથી છટકવા બહાનાબાજી શરૂ કરી હોવાની ચર્ચા પણ ગામમાં થઈ રહી છે.
આ બાબતે ઘટના સ્‍થળે પોલીસની ટીમ પહોંચી લાશનો કબ્‍જો લઈ પી.એમ. માટે ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલમાં રવાના કરાઈ હતી. ખાનવેલ પોલીસે ફરિયાદ નોંધી ઘટના અંગે ખરેખર કોણ જવાબદાર છે તેની તપાસ હાથ ધરી હોવાની માહિતી સાંપડી છે.

Related posts

પારડીની નામાંકિત સ્‍કૂલમાં અભ્‍યાસ કરતો 17 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

vartmanpravah

નર્મદા સેવા અને શ્રમ શિબિરમાં ભાગ લેવા અરજી કરવા અપીલ

vartmanpravah

કપરાડા અંભેટી ગામે પોલીસ સ્‍વાંગમાં આવેલ 5 ઈસમો ઘરમાં ઘૂસી રૂા.2.20 લાખ લૂંટ કરનારા ગેંગના બે આરોપી ઝડપાયા

vartmanpravah

દાનહઃ સાયલી ગ્રામ પંચાયતમાં જિ.પં. પ્રમુખ અને સી.ઈ.ઓ.ની અધ્‍યક્ષતામાં ગરીબ આદિવાસી પરિવારોને આવાસ ફાળવણી અંગે બેઠક યોજાઈ

vartmanpravah

વીર બાળ દિવસ ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ વાપી ગુરુદ્વારામાં માથુ ટેકવી શહાદતને યાદ કરી

vartmanpravah

Leave a Comment