Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારી એલસીબી પોલીસે જોગવાડ થી કાંકરીયા માર્ગ પર કારમાંથી દારૂ સાથે 3ની કરેલી ધરપકડ : રૂા.9.70 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: નવસારી એલસીબીપોલીસ ચીખલી વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્‍યાન ખાનગી બાતમી મળી હતી કે એક વોકસવેગન વેન્‍ટો કાર નં. એમએચ-01-એવી-7028માં સેલવાસથી દારૂનો જથ્‍થો ભરી નાનાપોઢા થઈ રાનકુવા થી અંદરના રસ્‍તે જોગવાડ થઈ સુરત તરફ જનાર છે.અને જેનું પાઈલોટિંગ સફેદ કલરની સ્‍વીફટ નં-ડીડી-03-યુ-0041 કરનાર છે. જે હકીકત બાતમીના આધારે એલસીબી પોલીસે જોગવાડથી કાંકરિયા જતા જાહેર રોડ ઉપર અંબિકા નદીના પુલ પહેલા વોચ ગોઠવી હતી. દરમ્‍યાન બાતમી મુજબની સ્‍વીફટ કાર આવતા જેને રોકતા પાછળથી આવી રહેલ વોકસવેગન કાર ચાલકે પોલીસની નાકાબંધી જોઈ કાર હંકારી મુકતા ઝાડ સાથે અકસ્‍માત થતા કારની અંદર બેસેલ શખ્‍સો ભાગવા જતા પોલીસે ઝડપી પાડ્‍યા હતા. બાદ વોકસવેગન વેન્‍ટો કારની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-1344 જેની કિંમત રૂ.1,10,400/-, બે કાર કિંમત રૂા. 8,50,000/-, બે નંગ મોબાઈલ કિં. રૂા.10,000/- ગણી કુલ્લે રૂા.9,70,000/-નો મુદ્દામાલ કબ્‍જે કરી દારૂનું વહન કરતા પ્રિયંક મુકેશભાઈ પટેલ (નાની તંબાડી, કોળીવાડ પટેલ ફળીયું તા.પારડી જી.વલસાડ), સ્‍નેહલ કીર્તિભાઈ પટેલ (રહે.અંબાચ ગામ ભાણીયા ફળિયું, તા.પારડી જી.વલસાડ), મનિષા ઈશ્વરભાઈ પટેલ (રહે.રોહિણા ગામ લાખણ ફળિયુંતા.પારડી જી.વલસાડ)ને ઝડપી પાડ્‍યા હતા. જ્‍યારે દારૂનો જથ્‍થો આપનાર પ્રતિક ઉર્ફે પડીયો ધો.પટેલ (રહે.સેલવાસ) તેમજ દારૂનો જથ્‍થો મંગાવનાર અવિનાશ ઉર્ફે અવી, મહેન્‍દ્ર ઉર્ફે ડેંગો કાંતુભાઈ પટેલ (બન્ને રહે. શેખપુર ગામ તા.મહુવા જી.સુરત)ને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ બીલીમોરા પોલીસ કરી રહી છે.

Related posts

મહિલાઓ સંચાલિત પરવાસા દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીમાં દૂધના ઓછા ભાવ, ફેટ અને માપને લઈ નારાજ સભાસદોએ દૂધ ઢોળી નોંધાવેલો વિરોધ

vartmanpravah

નગરના લોકોના રક્ષણની જવાબદારી ઉઠાવતી પારડી પાલિકા

vartmanpravah

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

vartmanpravah

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

vartmanpravah

સેલવાસના ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનો પ્રારંભ કરાયો

vartmanpravah

વલસાડ નગરપાલિકા દ્વારા કરાયેલા વેરામાં વધારા સામે નોંધાયેલો વિરોધ

vartmanpravah

Leave a Comment