October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દેશના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કરેલી અભદ્ર ટિપ્‍પણીનો દમણ ભાજપ અને અન્‍ય મહિલા સંગઠનો દ્વારા ભારે વિરોધ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ દેશના રાષ્‍ટ્રપતિ આદરણીય દ્રૌપદી મુર્મુ વિશે કરેલી અભદ્ર ટિપ્‍પણીનો ભાજપ અને અન્‍ય મહિલા સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
દમણ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લા ભાજપ અને રાજ્‍ય મહિલા મોરચા દ્વારા નાની દમણ બસ સ્‍ટેન્‍ડ ખાતે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીના પૂતળા સામે ચપ્‍પલોનો હાર પહેરાવી વિરોધ કરવામાં આવ્‍યો હતો અને પૂતળાનું દહન કર્યું હતું. ભાજપ મહિલા મોરચાની મહિલાઓએ આદિવાસી મહિલા રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્‍પણી સામે સૂત્રોચ્‍ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો હતો. આ પ્રસંગે દમણ જિલ્લાભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ પાર્ટી શરૂઆતથી જ આદિવાસી વિરોધી છે, કોંગ્રેસે દલિત પછાત વર્ગનો ઉપયોગ માત્ર પોતાની વોટ બેંક તરીકે કર્યો છે, હવે મોદીજીએ આદિવાસી મહિલાને ભારતના સર્વોચ્‍ચ પદ બેસાડયા છે, તો આ વાત કોંગ્રેસ અને તેની વિચારધારા સાથે જોડાયેલા લોકોને ખટકી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દેશભરમાં ઉગ્ર વિરોધ કરી રહી છે. કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ. અમારી માંગ છે કે અધીર રંજન જેવા લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ.
આ કાર્યક્રમમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પિ દમણિયા, મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટ, ઉપપ્રમુખ શ્રીમતી રૂક્ષ્મણીબેન ભાનુશાલી, મંત્રી શ્રી કિરીટ દમણિયા, પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રીમતી પૂનમ સિંહ, શ્રીમતી ગાયત્રી ઠક્કર, વિજેતા શર્મા, ખજાનચી શ્રીમતી અમિતા દેસાઈ, સહ ખજાનચી તૃપ્તિ પટેલ, ઉમા ગજ્જર, સેક્રેટરી રેખા ત્રિપાઠી, અર્ચના પખાલે, સંગીતા શર્મા, ડીએમસીના ઉપપ્રમુખ શ્રી આશિષ ટંડેલ, ભાજપ અગ્રણી શ્રી ભરત પટેલ, શ્રી મનિષ બાબુ, શ્રી પિયુષ ટંડેલ તેમજ મહિલા મોરચા અને દમણ જિલ્લા ભાજપના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ શહેરની આસપાસ આવેલ ગ્રામપંચાયતોમાં ટૂટેલા રસ્‍તાઓ તાત્‍કાલિક બનાવવા ડીડીઓને રજુઆત

vartmanpravah

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોન યોજાઈઃ 1191 દોડવીરો ઉત્‍સાહભેર દોડયા

vartmanpravah

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે ગ્રામ પંચાયત ભવનોનું કરાયેલું ભૂમિપૂજન સંઘપ્રદેશ પ્રશાસન મોટી મોટી વાતો કરવામાં નહીં પણ છેવાડેના વિકાસમાં માને છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

ધરમપુર પોલીસે તિસ્‍કરી ચાર રસ્‍તાથી દારૂના જથ્‍થા સાથે બે કાર ઝડપી પાડી

vartmanpravah

સેલવાસઃ ‘કલા કેન્‍દ્ર’ના ત્રીજા માળે આવેલી લાઈબ્રેરીમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ, લિફટ પણ બંધઃ વાંચન માટે આવતા વિદ્યાર્થીઓ-વડીલોને વેઠવા પડી રહેલી તકલીફ

vartmanpravah

Leave a Comment