April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા વણાકબારા ગ્રામ પંચાયત ખાતે ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગત શાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14: જિલ્લા બાળ સુરક્ષા એકમએ કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા તેમજ કાયદાના સંઘર્ષ કે સંપર્કમાં આવેલા બાળકો તેમજ બાળકોના વિવિધ અધિકારો, સંરક્ષણ તેમજ બાળકોની વિવિધ જરૂરિયાતો તેમજ તેમની જે તે સમસ્‍યાઓ વગેરેના સમાધાન માટે કાર્ય કરતો વિભાગ છે. આ વિભાગનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય એ છે કે, દરેક બાળકોની જેતે આવશ્‍યકતા અને સમસ્‍યાનું સમાધાન કરી તેમને સમાજના મુખ્‍ય પ્રવાહમાં પ્રસ્‍થાપિત કરવાનું છે. ઉપરોક્‍ત ઉદ્દેશ્‍યના ભાગરૂપે દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના સમાજ કલ્‍યાણ તથા મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રીમતિ ભાનુ પ્રભા, સમાજ કલ્‍યાણ તથા મહિલા અને બાળ વિકાસ ઉપસચિવ શ્રી જતીન ગોયલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ તેમજ દીવ જિલ્લાના અધિક જિલ્લાધીશ શ્રી ડૉ. વિવેકકુમારની અધ્‍યક્ષતામાં આજરોજ વણાકબારા ગ્રામ પંચાયતના સભાગારમાં ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગત વણાકબારા સરકારી પ્રાથમિક શાળા નં.1 અને 2 ના ધોરણ 6 થી 8 માં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા એકલ માતા અથવા પિતા વાળા તથા બંને માતા અને પિતાની હયાતી ન ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. ઉપરોક્‍ત કાર્યક્રમ સમાજ કલ્‍યાણ વિભાગ તેમજ બાળ સંરક્ષણ સમિતિ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના સંયુક્‍ત પ્રયાસો તેમજ બાળ સંરક્ષણ સમિતિ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર શ્રી સંજીવકુમાર પંડયાના સફળ પ્રયાસોથી (સી.એસ.આર) અંતર્ગત એકલ માતા અથવા પિતા (સિંગલ પેરેન્‍ટ્‍સ) ધરાવતા તથા બંને માતા અને પિતાની હયાતી ન ધરાવતાબાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવા માટે યોજવામાં આવ્‍યો હતો.
અગાઉ જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા ચાલુ નાણાકિય વર્ષ 2022-23 દરમિયાન શૈક્ષણિક કીટ વિતરણ માટે દીવ જિલ્લાની દરેક સ્‍કૂલ (સરકારી તેમજ પ્રાઇવેટ) માંથી એકલ માતા અથવા પિતા ધરાવતા (સિંગલ પેરેન્‍ટ્‍સ) તથા બંને માતા અને પિતાની હયાતી ન ધરાવતા બાળકોની યાદી પ્રાપ્ત કરવામાં આવેલ. જે અનુસંધાનમાં આજરોજ ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવોના શુભ હસ્‍તે ઉપરોક્‍ત દર્શાવેલ કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવેલ. આ શૈક્ષણિક કીટ પ્રદાન કરવાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય બાળકોનો શૈક્ષણિક રીતે સર્વાંગીણ વિકાસ થાય, તેમને અભ્‍યાસ પ્રત્‍યે હકારાત્‍મક દ્રષ્ટિકોણ કેળવાય અને સાથે-સાથે બાળકોને આગળના અભ્‍યાસ માટે પ્રોત્‍સાહન પૂરું પાડવાનો છે.
વધુમાં આજના કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે પધારેલ દીવ જિલ્લાના અધિક જિલ્લાધીશ શ્રી ડૉ. વિવેકકુમાર દ્વારા પોતાના વક્‍તવ્‍યમાં જણાવેલ કે, પ્રશાસન દ્વારા બાળકોને અભ્‍યાસ પ્રત્‍યે પ્રોત્‍સાહન પૂરું પાડવાની આ એક નાની એવી પહેલ છે. શિક્ષા પ્રાપ્ત કરવી તે દરેક બાળકોનો અધિકાર છે અને આવા નાના-નાના કાર્યક્રમોનુંઆયોજન કરી બાળકોનું અભિવાદન કરવાથી તેમના મનમા શિક્ષણ પ્રત્‍યે હકારાત્‍મક દ્રષ્ટિકોણ કેળવાય છે. ઘરના મુખ્‍ય અભિભાવકોની ગેરહાજરીથી કુટુંબ વ્‍યવસ્‍થા પર ઘણી અસર પડે છે, જે માત્ર સારી શિક્ષા પ્રાપ્ત કરી પોતાના ભવિષ્‍યને સુરક્ષિત કરી શકાય છે. તેમણે દરેક બાળકોને ઉચ્‍ચ શિક્ષા મેળવી ઉચ્‍ચો હોદ્દો પ્રાપ્ત કરી પોતાના કુટુંબ, સમાજ તેમજ ગામનું નામ રોશન કરવા માટે શુભકામના પાઠવી હતી. વધુમાં તેમણે બાળકોને પોતાના જિવનમાં સફળતાના 3 સુત્રો ગ્રહણ કરવા વિશે વિગતવાર જાણકારી આપી હતી.
ઉપરોક્‍ત કાર્યક્રમમાં દીવ મામલતદાર શ્રી ડી. આર. દમણીયા, વણાકબારા પંચાયતના સરપંચ શ્રીમતિ મિનાક્ષીબેન જિવન, સાઉદવાડી પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ ભગવાન તથા બાળ કલ્‍યાણ સમિતિના અધ્‍યક્ષા શ્રીમતિ નીલમ યતીન ફૂગરો વગેરે અતિથિઓએ પણ ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો સહયોગ અને યોગદાન પૂરું પાડયું હતું. ઉપરોક્‍ત કાર્યક્રમનું સંચાલન બુચરવાડા સરકારી માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શિક્ષિકા પ્રતિભાબેન સ્‍માર્ટ દ્વારા કરવામાં આવેલ હતું.

Related posts

આજે દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં જલારામ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં દીકરી વધામણાં કીટ વિતરણ કરાયું

vartmanpravah

વાપી રેલવે ઓવરબ્રિજ ઉપર રિક્ષા અને ટેમ્‍પો વચ્‍ચે અકસ્‍માત : એક ઘાયલ : કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah

સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં વેલ્‍ડીંગ કરતી વખતે ડીઝલની ટાંકીમાં તણખાં પડતા થયેલો બ્‍લાસ્‍ટઃ એક વ્‍યક્‍તિને પહોંચેલી ઈજા

vartmanpravah

લવાછા રામેશ્વર મહાદેવ મંદિરના રખ રખાવ-સાર સંભાળમાં ટ્રસ્‍ટીઓની નિષ્‍ફળતા સામે ગ્રામજનોએ બાંયો ચઢાવી

vartmanpravah

મતદાન જાગૃતિનો અદ્‌ભૂત નજારો: મોબાઈલના ફલેશ દ્વારા મતદાન જાગૃતિનો અનોખો સંદેશ

vartmanpravah

Leave a Comment