September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ડેન્‍ગ્‍યુને ફેલાતો અટકાવવા ફોગિંગ શરૂ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને ન.પા.પ્રમુખશ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં સેલવાસ વિસ્‍તારમાં ડેન્‍ગ્‍યુ બીમારીને ફેલાતી રોકવા માટે અલગ અલગ વિસ્‍તારમાં સવારે અને સાંજે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. સેલવાસ પાલિકા દ્વારા 6 સપ્‍ટેમ્‍બરથી 13 સપ્‍ટેમ્‍બર સુધી સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે દરમ્‍યાન પાલિકાના ધ્‍યાનમાં આવ્‍યું કે સોસાયટીઓ અને દુકાનદારો દ્વારા એમની સોસાયટી અને દુકાનોની આસપાસ કચરો ફેંકી દે છે જેનાથી ગંદકી ફેલાય છે અને મેલેરિયા, ડેન્‍ગ્‍યુ જેવી બીમારીઓ ફેલાઈ છે. પાલિકા દ્વારા શહેરીજનોને નિવેદન કર્યું છે કે પોતાની સોસાયટીઓમાં અને દુકાનો તથા આજુબાજુમાં કચરો ન ફેંકે અને પાણી જમા થવા ન દે, અન્‍યથા પાલિકા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

વાપી વિસ્‍તારમાં નવા અમલમાં આવેલ જુદા જુદા ગામોના જંત્રી દર : સૌથી વધુ દર બલીઠા, સૌથી ઓછો કુંતામાં

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર ઓલ ઈન્‍ડિયા ટ્રાન્‍સપોર્ટ એસો.એ ટોલ ઘટાડવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્‍યું

vartmanpravah

પારડીમાં બાળા હનુમાનજી તથા રામદેવપીર મંદિરનો 25મો પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના ઘેલવાડ મંડળમાં બૂથ સશક્‍તિકરણ અંગે યોજાયેલ બેઠક

vartmanpravah

વલસાડ હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિંદુ પર થતા અત્‍યાચાર વિરોધમાં જનજગૃતિ રેલી યોજાઈ

vartmanpravah

ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્રનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત

vartmanpravah

Leave a Comment