Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ કૈલાસ રોડ ઔરંગા નદીમાં વિદ્યાર્થીનીએ પડતું મુકી આપઘાતની કોશિષ કરી

સ્‍થાનિકો અને ફાયરની ટીમે રેસ્‍ક્‍યુ કરી તરૂણીને ઉગારી લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: રામ રાખે તેને કોણ ચાખે યુક્‍તિ આજે વલસાડમાં સાર્થક બની હતી. કૈલાસ રોડ નજીક વહેતી ઔરંગા નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં સગીર વિદ્યાર્થીનીએ પડતુ મુકી આપઘાત કરવાની કોશિષ કરી હતી પરંતુ સ્‍થાનિકોએ જોઈ જતા ફાયર બ્રિગેડને જાણ કરતા તમામે રેસ્‍ક્‍યુ કરીને સગીર વિદ્યાર્થીનીને બચાવી લઈને કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી.
જાણવા મળેલ માહિતી મુજબ વલસાડના નજીકના ગામે રહેતી વિદ્યાર્થીનીને ગતરોજ સ્‍કૂલે નહી જવા બાબતે ઠપકો આપ્‍યો હતો. તેથી માઠું લાગતા આજે ગુરૂવારે કૈલાસ રોડ પાસેની ઔરંગા નદીમાં ઝંપલાવી દીધુ હતું પરંતુ બેગમાં હવા ભરાઈ જતા વિદ્યાર્થીની તણાતી તણાતી લીલાપોરના નાનાપુલ કિનારે આવી કાદવમાં ફસાઈ ગઈ હતી. લોકો જોઈ જતા યુવાનો અને ફાયર બ્રિગેડએ તરૂણીને ઊંચકી બહાર કાઢી કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

Related posts

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

vartmanpravah

હાઈવે ઉપર પાણી ફરી વળતા વાપી-ચીખલી હાઈવે ઉપર હજારો વાહનોના પૈંડા થંભી ગયા

vartmanpravah

હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયતોને ઈલેક્‍ટ્રીક રીક્ષા વિતરણ કરવામાં આવી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં સૌપ્રથમ વખત રાષ્‍ટ્રીય સ્‍તરના બીચ રમતોત્‍સવનું આયોજન

vartmanpravah

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

આર.એસ. ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ વાપીનું સીબીએસઈનું 100 ટકા પરિણામ

vartmanpravah

Leave a Comment