January 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

માટી ખનન પ્રવૃત્તિ રાત્રિના 10:00 વાગ્‍યા પછી જ કરવામાં આવે છેઃ ડુંગર ઉપર બાલદેવી ગામના લોકોની વર્ષો જૂની સ્‍મશાન ભૂમિ આવેલ છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાનહના બાલદેવી ગામ સ્‍થિત પ્રધાનમંત્રી આવાસ યોજનાની સામે સ્‍મશાનવાળા ડુંગરમાં મસમોટા હિતાચી મશીન દ્વારા બેરોકટોક માટી ખનન પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી ગામલોકોને મળતાં તેઓએ તેનો વિરોધ કર્યો હતો અને ગેરકાયદે થઈ રહેલી માટી ખનની પ્રવૃત્તિને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માફિયાઓએ ગામલોકોનું નહીં માનતાં ગામલોકોએ મામલતદાર અને પોલીસને જાણ કરી હતી. ત્‍યારબાદ પોલીસ સાથે સેલવાસના મામલતદાર સ્‍થળ ઉપર પહોંચી ગયા હતા. અહીં મામલતદારે માટી ખનન પ્રવૃત્તિ અટકાવવાને બદલે ગામલોકોને જ છાનામાના રહેવા જણાવ્‍યું હતું. આજે આ ઘટનાને ગંભીરતાથી લઈ સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 15ના સભ્‍યો દ્વારા માટી ખનન પ્રવૃત્તિની તપાસ કરવા જિલ્લા કલેક્‍ટરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
પાલિકાના વોર્ડ નંબર 15ના સભ્‍ય શ્રીમતી મીનાબેન ભરતભાઈ પટેલ અનેવોર્ડ નંબર 3ના સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલ દ્વારા કલેક્‍ટરશ્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યા પ્રમાણે બાલદેવી પ્રધાનમંત્રી આવાસ યોજનાની સામે મોટો ડુંગર આવેલ છે, જે ડુંગર ઉપર બાલદેવી ગામના લોકોની વર્ષો જૂની સ્‍મશાન ભૂમિ આવેલ છે. આ ડુંગર ઉપરથી ગત તા.21મી મેના મંગળવારે હિટાચી મશીન દ્વારા ખોદકામ કરી 4 ઝેટલી ટ્રકોમાં માટી ભરી લઈ જવામાં આવતી હતી અને 22મી મેના રોજ આખી રાત દરમ્‍યાન 30થી પણ વધારે ટ્રકો માટી ભરીને લઈ જવામાં આવી હતી. માટી ભરીને લઈ જનારી ટ્રકોના નંબરો આ પ્રમાણે છે. (1) GJ-10-TX-8990, (2) GJ-10-TX-8997, (3) GJ-10-TX-8996, અને (4) GJ-15-CB-6312 છે. માટી ખનન માટે ઉપયોગ થયેલ હિતાચીનો નંબર મળેલ નથી.
જાણવા મળેલ મુજબ પ્‍લોટની ખાનગી જમીનમાંથી હિતાચી મશીન દ્વારા માટીનું ગેરકાયદેસર ખનન થઈ રહેલ છે, પરંતુ આ માટીના ખનન માટેની પરવાનગી લીધેલ છે કે નહીં, તેની માહિતી મળી શકી નથી. અગર જો પરવાનગી નહિ આપવામાં આવેલ હોય તો આ માટીના ગેરકાયદેસર થઈ રહેલા ખોદકામની પ્રવૃત્તિને તાત્‍કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે, એવી અમે અને ગ્રામજનો દ્વારા અરજ કરી રહ્યા છીએ. માટી ખનનની પ્રવૃત્તિ રાત્રિના 10:00 વાગ્‍યા પછી જ કરવામાં આવે છે, તેના પરથી એવી જ શંકા ઉપજેછે કે આ પ્રવૃત્તિ તંત્રને અંધારામાં રાખીને કરવામાં આવી રહી છે યા તો તંત્રની રહેમનજર હેઠળ કરવામાં આવી રહી છે. જેથી આવી ગેરકાયદેસર માટી ખનન પ્રવૃત્તિ આચરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અમે બુલંદ માંગ કરીએ છીએ.

રખોલીમાં ભીલોસા કંપની નજીકથી ગેરકાયદેસર ખોદકામ કરી ટેમ્‍પોમાં માટી ભરી રહેલ જેસીબી મામલતદારે જપ્ત કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલીના રખોલી ગામે ભીલોસા કંપનીની બાજુમાં ખુલ્લા મેદાનમાં કોઈક ઈસમ દ્વારા માટી એકત્રિત કરી બાદમાં ટેમ્‍પો દ્વારા બીજી જગ્‍યા પર સપ્‍લાય કરતાહોવાની જાણકારી સેલવાસ મામલતદારને થતાં એમની ટીમે રખોલી ગામે રેડ પાડી હતી. ત્‍યાંથી જેસીબી દ્વારા ટેમ્‍પોમાં માટી ભરવામાં આવી રહી હતી, મામલતદારની ટીમને જોઈ ટેમ્‍પો ચાલક ફરાર થઈ ગયો હતો અને ખોદકામ કરી માટી ભરતા જેસીબીને જપ્ત કરવામાં આવ્‍યું હતું. મામલતદારશ્રીએ આ જગ્‍યા પર માટી કોણ ભેગી કરી ક્‍યાં લઈ જાય છે તે અંગેની આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

ચીખલી તાલુકાના રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 ઉદ્દઘાટન કરવામાં આવ્યું ઃ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ પ્રિપ્રાયમરી સ્‍કૂલમાં બાલદિનની અનોખી ઉજવણી

vartmanpravah

વાપીમાં નવિન રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરઝડપે ચાલી રહી છે : હેવી બિમ ભરવાનો પ્રારંભ

vartmanpravah

વલસાડ ક્રાઈમ બ્રાન્‍ચે ધાડ-મર્ડર-ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે રીઢા ધાડપાડુ ચોરને ઝડપી પાડયા

vartmanpravah

દાનહમાં લીકરના 60થી વધુ લાયસન્‍સધારકોને વેટ વિભાગે નોટિસ પાઠવતા ફફડાટ

vartmanpravah

જિલ્લા સ્‍પેશ્‍યલ કોર્ટનો ચૂકાદો: દમણમાં પાંચ વર્ષની સગીરા સાથે અશ્‍લીલ હરકત કરનારા આરોપીને પોક્‍સોના કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા

vartmanpravah

Leave a Comment