(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.15: સરીગામ ભાજપા કાર્યાલય ખાતે આજરોજ ઉમરગામ વિધાનસભા પ્રભારી શ્રી કરસનભાઈ ટીલવા, યુવા મોરચાના વિસ્તાર શ્રી હરકિશનભાઈ જયાણી અને પ્રદેશ યુવા મોરચા મંત્રી ભાવિકાબેન ઘોઘારીની અધ્યક્ષતા હેઠળ ઉમરગામ તાલુકા યુવા મોરચા સંગઠનના કાર્યકર્તાઓની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી દિવસોમાં યોજનારા પક્ષના કાર્યક્રમો અને યુવા ભાજપ કાર્યકર્તાઓની પક્ષ પ્રત્યેની રહેલી કામગીરી વિશે વિસ્તૃત પૂર્વક જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુવાનોને પ્રોત્સાહન આપવા માટે ઉમરગામ તાલુકા સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી, મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ,મહામંત્રી શ્રી નરેશભાઈ પરમાર, કોષાધ્યક્ષ શ્રી ડોક્ટર નિરવ શાહની પણ હાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ઉમરગામ વિધાનસભાના યુવા મોરચાના સંયોજક શ્રી આકાશભાઈ ગોસાઈ, જિલ્લા યુવા મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ તેમજ યુવા આગેવાન શ્રી બીપીનભાઈ, શ્રી હાર્દિકભાઈ, જિલ્લા કારોબારી સભ્ય શ્રી પાર્થભાઈ ઓઝા, ઉમરગામ તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી હસમુખભાઈ માછી, મહામંત્રી શ્રી જયદીપભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી ઉમેશભાઈ પટેલ, મંત્રી શ્રી અક્ષયભાઈ રાવલ, કોષાધ્યક્ષ શ્રીધરભાઈ તેમજ કારોબારી સભ્યો સંદીપભાઈ ધોડી, શ્રી સાજનભાઈ ઈરીમ, શ્રી વિનોદભાઈ કિન્નરી, શ્રી દિનેશભાઈ તથા યુવા મોરચાના કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી.