October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલની દિવાળી માનતા એવા ‘જેસીઆઈ વીક’ની ઉજવણી કરવામાં આવી

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.16: આજે વિવિધ સંસ્‍થાઓ કાર્યરત છે. જે સેવાકીય કાર્યો કરે છે. પણ અમુક જ એવી સંસ્‍થાઓ છે જે 3600 ડિગ્રી પર કામ કરે છે. જીવનની દરેક અગત્‍યની બાબતો આવરી લે, જેમાં વ્‍યક્‍તિત્‍વ વિકાસ, સામાજિક કાર્ય, સેવાકીય કાર્યો, સંબંધો કેળવવા, સારા ટ્રેનર બનવું, સારા વક્‍તા બનવું કે પછી લીડરશીપમાં શ્રેષ્ઠ બનવું, બિઝનેસમાં આગળ કેમ વધવું જેનું માર્ગદર્શન મળે એવી સંસ્‍થાનું નામ છે જુનિયર ચેમ્‍બર ઈન્‍ટનેશનલ.? (જેસીઆઈ) અમેરિકામાં સ્‍થપાયેલ સંસ્‍થા છે. 107 વર્ષથી 120 જેટલા દેશોમાં વિવિધ કર્યો કરી રહી છે. 18 થી 40 વર્ષના યુવાધન માટેની સંસ્‍થા. જેસીઆઈ વીક સેલિબ્રેશન તારીખ 9 સપ્‍ટેમ્‍બર થી 15 સપ્‍ટેમ્‍બર સુધી ઉજવણી કરવામાં આવી હતી. વીક સેલિબ્રેશન એટલે જેસીઆઈની દિવાળી એવું કહેવામાં આવે છે. આ વીક દરમિયાન વિવિધ પ્રોજેક્‍ટનું આયોજન કરાયું હતું. જેમાં જેસીઆઈ નવસારીએ વિવિધ પ્રોજેક્‍ટ પર કામ કર્યું હતું. જેમાં ભોજન વિતરણ કાર્યક્રમ લૂન્‍સીકુઈ પાસે સર્કિટ હાઉસ સામે આવેલ ઠક્કરબાપા કન્‍યા છાત્રાલયમાં કરવામાં આવ્‍યો હતો. જેમાં 103 જેટલી કન્‍યાઓને ભોજન કરાવવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ હેઠળ સરદાર હાઇટ્‍સ ખાતે કાવેરી બિલ્‍ડિંગમાં વૃક્ષારોપણકરવામાં આવ્‍યું. યોગ સેશનનું આયોજન પારસી હોસ્‍પિટલ સામે આવેલ બાજપાઈ ગાર્ડનમાં કરવામાં આવ્‍યું હતું. જુનાથાણા સ્‍થિત સેવાસદન ખાતે ચેસ અને કેરમ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વિજેતાઓને ઈનામો આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. યુવાનોને મોટીવેટ કરવા ઓનલાઇન ઈવેન્‍ટ કરી જેમાં તમે કેવા સારા યુ ટયૂબર બની શકે એની માહિતી અશોક ગુજ્જર દ્વારા આપવામાં આવી હતી. વૃદ્ધો માટે પેઈન રિલીફ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સંસ્‍થામાં નવા મેમ્‍બર્સનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ઝોન 8ના પ્રમુખ જેસી ઈશાન અગ્રવાલ વીક સેલિબ્રેશન અંતર્ગત બુલેટ યાત્રા પર નીકળ્‍યા જેમનું નવસારીમાં સ્‍વાગત અને રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેસીઆઈ નવસારીના સભ્‍યો જુનિયર્સ જેસી મેમ્‍બર્સ સાથે ગેટ ટુ ગેધર કરવામાં આવ્‍યું હતું. જેસીઆઈના સભ્‍યો અને જેસીઆઈ નવસારીના સભ્‍યો સાથે મળી ભોજન લઈ એકબીજાને મળી શુભેચ્‍છાઓ પાઠવીને ઉજવણી કરવામાં આવી હતી. જેસીઆઈ નવસારીના પ્રમુખ કેવલભાઈ શાહ અને સેક્રેટરી ભાગ્‍યશ્રીબેન શાહ તેમજ તમામ સભ્‍યો અને જેસીઆઈ નવસારીના સભ્‍યોના સાથ સહકારથી દિવાળી સમાન જેસીઆઈ વીક સેલિબ્રેશન સફળ રહ્યું હતું.

Related posts

કોવિડ-19ના રોગચાળાને નાથવા સંઘપ્રદેશના ઉદ્યોગોમાં કાર્યરત તમામ કર્મચારી – કામદારોએ કોવિડ-19 રસીના બંને ડોઝ લેવા ફરજીયાત

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા ભારતીય માનક બ્‍યુરો વિષયક અવેરનેસ સેમિનાર યોજાયો

vartmanpravah

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા બ્‍લોક લેવલ સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પોતાની તમામ શક્‍તિનો ઉપયોગ કરી દાનહને આકર્ષક અદ્યતન અને શ્રેષ્‍ઠ આદર્શ જિલ્લો બનાવવા પ્રશાસન મક્કમ

vartmanpravah

વલસાડ જિલ્લા-તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો

vartmanpravah

ગુજરાતમાં એક માત્ર વલસાડ જિલ્લામાં ટીબીના દર્દીઓ માટે ઉપયોગી અદ્યતન XDR GenXpert મશીનનું જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહના હસ્તે લોકાર્પણ

vartmanpravah

Leave a Comment