Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નવી દિલ્‍હીમાં યોજાયેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં દાનહ-દમણ-દીવના એનસીપી સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે ધવલભાઈ દેસાઈની વરણી ઉપર નેશનલ પ્રેસિડેન્‍ટ શરદ પવારે મારેલી મહોર

અગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના સંગઠન માળખાના વ્‍યાપને વધારવાની કવાયત શરૂ કરવી પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 16: નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીની નવી દિલ્‍હી ખાતે નેશનાલીસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નેશનલ પ્રેસિડેન્‍ટ શ્રી શરદ પવારના અધ્‍યક્ષસ્‍થાને 10-11 સપ્‍ટેમ્‍બરના રોજ મળેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના પ્રમુખો, ફ્રન્‍ટલ ઓર્ગેનાઈઝેશન પ્રમુખો તથા ડિપાર્ટમેન્‍ટના ચેરમેન અને વિવિધ રાજ્‍યોમાં ઓર્બ્‍ઝવર અને કો-ઓર્ડિનેટરોની કરાયેલી નિમણૂકમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે શ્રી ધવલભાઈ દેસાઈના નામની ઘોષણા ઉપર એન.સી.પી.ના નેશનલ પ્રેસિડેન્‍ટ શ્રી શરદ પવારેમંજૂરીની મહોર મારી છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના એન.સી.પી. સ્‍ટેટ પ્રમુખ બનેલા શ્રી ધવલભાઈ દેસાઈ માટે અગામી લોકસભાની ચૂંટણીની તૈયારી કરવાનો પણ મોટો પડકાર ઉભો થયો છે અને પ્રદેશમાં પોતાના સંગઠનના વ્‍યાપને વધારવાની કવાયત પણ શરૂ કરવી પડશે.

Related posts

એકવાર વેચેલી જમીન ફરી વેચાણ કરી છેતરપિંડી કરવા બાબતે એન.આર.આઈ. મહિલા સામે ડુંગરા પોલીસમાં લેખિતમાં એન.સી.

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન ખાતે સદસ્‍યતા અભિયાન કાર્યશાળા યોજાઈ

vartmanpravah

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને તા. 22 સુધી સભા-સરઘર પર પ્રતિબંધ

vartmanpravah

વાંસદાના સિણધઈ ગામે દીપડાએ ધોળા દિવસે બે ખેત મજૂરો પર હુમલો કરતા લોહી લુહાણ

vartmanpravah

15થી 18 વર્ષના યુવાનો માટે કોવિડ-19 રસીકરણ અભિયાનમાં લક્ષદ્વીપના કવરત્તી ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સ્‍વયં ઉપસ્‍થિત રહી જોમ અને જુસ્‍સાનો કરેલો સંચાર

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા ક્રિષ્‍ના કેન્‍સર એઈડ એસો.ના સહયોગથી ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment