October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વિલ્સન હિલ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ

350થી વધુ યુવાનોએ આઈએનએસ વિક્રાંત, વંદે ભારત ટ્રેન, રામ મંદિર, 370 ની કલમ સહિતની થીમ પર રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.17: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં તથા રાજ્ય યુવા બોર્ડના સંયોજકશ્રી કૌશલભાઈ દવે અને ઝોન સંયોજકશ્રી હર્ષિતભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં તથા નગરપાલિકા વિસ્તારમાં 350થી વધુ યુવાનોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વલસાડ જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ ધરમપુર તાલુકાના વિલ્સન હિલ ખાતે યોજાયો હતો. જ્યાં વિશ્વ નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા કોરોના રસીકરણની થીમ પર રંગોળી કરવામાં આવી હતી જેને વિલ્સન હિલ ફરવા આવેલા પ્રવાસીઓએ પણ નિહાળી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વલસાડ જિલ્લામાં તાલુકા, નગરપાલિકાના વોર્ડમાં વિવિધ થીમ પર રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રંગોળીના મુખ્ય વિષય આઈએનએસ વિક્રાંત, વંદે ભારત ટ્રેન, રામ મંદિર, 370 ની કલમ, સીએએ, સ્વચ્છતા અભિયાન, ઉજ્વલા યોજના, મોદી વર્લ્ડ લીડર, કોરોના વેક્સિન, સર્જીકલ સ્ટ્રાઈક વગેરે વિષયો હતા. વિવિધ તાલુકા તથા નગરપાલિકાના સંયોજકોએ અનેક ગામો તથા નગરપાલિકા વિસ્તારમાં પ્રવાસ કરી રંગોળી સ્પર્ધાને સફળ બનાવી હતી એવુ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના વલસાડ જિલ્લા સંયોજકશ્રી કિરણભાઈ ભોયા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Related posts

‘પ્રધાનમંત્રી ૨૦૨પ ટીબી નાબૂદી અભિયાન’ અંતર્ગત નાનાપોîઢા સીએચસી ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહર અને પ્રોટીન પાવડર કરાયેલું વિતરણ

vartmanpravah

ઓરવાડના પરિવાર સાથે ઓવરટ્રેક મુદ્દે દાદાગીરી કરતા પીધ્‍ધડો: પારડી પોલીસે સમયસર પહોંચી ચારેયને પકડી સબક શીખવાડયો

vartmanpravah

દાનહઃ કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દપાડામાં વાર્ષિકોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વાપી, બલીઠા, છરવાડા જલારામમંદિરોમાં બાપાની 223મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પુરી : વહિવટદાર પાસે સુકાન રહેશે

vartmanpravah

Leave a Comment