Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

  • કોંગ્રેસના સિમ્‍બોલ પંજાની હોળી તથા વિવિધ સૂત્રચારો કરી વિરોધ નોંધાવ્‍યો

  • વલસાડ યુવા મોરચા પ્રમુખ સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી બુધવારે એક સભાને સંબોધવા પંજાબના ફિરોજપુર જિલ્લાના હુસેનિવાલા ખાતે જઈ રહ્યા હતા. આ દરમ્‍યાન રસ્‍તામાં આવતા પ્‍યારેઆના ગામ પાસે વડાપ્રધાનના કાફલાને ફલાયઓવર પર 200થી વધુ ખેડૂતો ધરણા કરી રહ્યા હોય વડાપ્રધાનના કાફલાને 15 થી 20 મીટીંગ રોકાવું પડ્‍યું હતું.
ભાજપે સમગ્ર ઘટનાનો દોષ કોંગ્રેસ પર ઢોળી કોંગ્રેસનો ખૂની ઈરાદો હોવાનો આક્ષેપ કરતા સમગ્ર દેશમાં કોંગ્રેસ વિરુદ્ધ અનેક પ્રદર્શનો ભાજપ દ્વારા થઈ રહ્યા છે. પારડી ખાતે પણ ભાજપ શહેર યુવા મોરચા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પારડી ઓવરબ્રિજ નીચે મોટી સંખ્‍યામાં કાર્યકરો ભેગા થઈ કોંગ્રેસ વિરુદ્ધ અનેક સુત્રોચારો કરી વિવિધ બેનરો અને કેન્‍ડલસળગાવી કોંગ્રેસના સિમ્‍બોલના બેનરોની હોળી કરી વિરોધ પ્રદર્શન કરી બનેલ ઘટનાને વખોડી કાઢી હતી.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રી સ્‍નેહીલ દેસાઈ, જિલ્લા મહામંત્રી શ્રી મયક પટેલ, પ્રદેશ મંત્રી ભાવિકાબેન, જિલ્લા મંત્રી શ્રી અંકિતભાઈ , શ્રી પ્રિયક પરમાર, પારડી તાલુકા પ્રમુખ શ્રી અભી ભંડારી, શ્રી જીગ્નેશ પટેલ, પારડી શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી જૈશિંગ ભરવાડ, પારડી શહેર ભાજપ મહામંત્રી શ્રી કેતન પ્રજાપતિ, શ્રી પ્રણવ દેસાઈ, ઉપપ્રમુખ વનિતાબેન, પારડી નગરપાલિકા પ્રમુખ શ્રી હસુભાઈ રાઠોડ, શ્રી રાજનભાઈ ભટ્ટ, શ્રી દેવેનભાઈ શાહ ઉપરાંત મોટી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા

Related posts

દાનહઃ નરોલી ગ્રા.પં. વિસ્‍તારના શિવસેનાના સેંકડો કાર્યકર્તાઓએ ધારણ કરેલો ભાજપનો ભગવો

vartmanpravah

વાપી બલીઠામાં 9 લાખ લીટરની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

વલસાડ હાઈવે સુગર ફેક્‍ટરી પાસે વિચિત્ર ટ્રિપલ અકસ્‍માત સર્જાયો : ત્રણ ઘાયલ

vartmanpravah

મોતીવાડામાં મળેલ યુવતિની લાશનો ભેદ ઉકેલાયોઃ દુષ્‍કર્મ બાદ ગળું દબાવી હત્‍યા

vartmanpravah

મોટાપોંઢાની આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં પર્યાવરણ જાગૃત્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસના યુવાને બીલ્‍ડિંગના ટેરેસ ઉપર જઈ ઝેરી દવા ગટગટાવી કરેલીઆત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment