Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વિભાગના રેવન્‍યુ કર્મચારીઓ 18 જેટલી પડતર માંગણીઓ માટે માસ સી.એલ. પર ઉતર્યા

કર્મચારીઓની હડતાલથી સરકારી કામકાજને અસર પડી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: છેલ્લા કેટલાક સમયથી સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓની લગાતાર હડતાલ અને આંદોલન ચાલી રહ્યા છે તે શ્રૃંકલામાં આજે સોમવારે વલસાડ જિલ્લાના રેવન્‍યુ કર્મચારીઓ માસ સી.એલ. ઉપર ઉતરી તેમની 18 જેટલી પડતર માંગણીઓ માટે હડતાલ પાડી હતી.
સરકારી કર્મચારીઓ પોતાની માંગો માટે આંદોલન કરી રહ્યા છે. તેમજ સરકારને રજૂઆતો કરી રહ્યા છે તે અંતર્ગત વલસાડ જિલ્લાના 200 ઉપરાંત રેવન્‍યુ કર્મચારીઓ આજે માસ સી.એલ. ઉપર ઉતરી હડતાલ પાડી હતી. રેવન્‍યુ કર્મચારી દ્વારા તેમની 18 થી વધુ પડતર માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે. અગાઉ પણ જિલ્લા કલેક્‍ટરને આવેદનપત્ર પણ પાઠવાયેલુ હતું. પરંતુ માંગણી ના સંતોષાતા આજે રેવન્‍યુ કર્મચારીઓ માસ સી.એલ. ઉપર ઉતર્યા હતા. હડતાલને લઈ સરકારી કામકાજ ઉપર અસર પણ પહોંચીહતી. જો એક બે દિવસમાં તેમની માંગ પુરી કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલની પણ ચિમકી આપવામાં આવી હતી.

Related posts

ઉમરસાડીમાં શ્રાવણ માસમાં જુગાર રમતા નવને પોલીસે ઝડપ્‍યા, એક થયો ફરાર

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ

vartmanpravah

મામલતદાર કચેરી ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બન્‍યો લો બોલો… સરકારી કચેરીમાં કૃષિપંચની મહિલા નકલ કારકુન રૂા.1,000/- ની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah

સલવાવ ગુરુકુળમાં નાના બાળકોના સ્‍વાગત માટે ઓરીએનટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

vartmanpravah

Leave a Comment