September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી શહેર ભાજપ દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલનાજન્‍મદિવસની અનોખી ઉજવણી

સી.એચ.સી. ખાતે ફળોના વિતરણ બાદ વાત્‍સલ્‍ય સ્‍કૂલ વિદ્યાર્થીઓને ભોજન કરાવી પ્રોજેક્‍ટર ભેટ આપ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16: ગઈ તારીખ 16-03-2023 એટલે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ સી. આર. પાટીલનો જન્‍મ દિવસ. આ દિવસને યાદગાર બનાવવા પારડી શહેર તથા તાલુકા ભાજપ દ્વારા એક યાદગાર અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમાં સવારે પારડીની સરકારી હોસ્‍પિટલ જઈ તમામ દર્દીઓને ફળોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ બપોરે પારડી ખાતે આવેલ એકમાત્ર માનસિક રીતે ક્ષતિગ્રસ્‍ત દિવ્‍યાંગ બાળકોની સ્‍કૂલ વાત્‍સલ્‍ય ખાતે જઈ સ્‍કૂલના બાળકોને ભોજન કરાવ્‍યું હતું. આ ઉપરાંત આ બાળકો સહેલાયથી સમજીને પોતાનો અભ્‍યાસ કરી શકે એવા ઉમદા હેતુસર પારડી શહેર ભાજપ દ્વારા એક પ્રોજેક્‍ટર પણ ભેટમાં આપવામાં આવ્‍યું હતું.
આજના આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા મહામંત્રી શિલ્‍પેશ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, મહેશ દેસાઈ, લલિત ગૂગલીયા, જીગિત્‍સા પટેલ, જેશિગ ભરવાડ, પ્રણવ દેસાઈ, કેતન પ્રજાપતિ, બીજલ દેસાઈ, અજિત ભંડારી, ઝૂબીન દેસાઈ, સાહીન પટેલ તથા અમર પટેલ વિગેરે કાર્યકર્તા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતવિસ્‍તારમાં સ્‍વચ્‍છતા જાગૃતિનો સંદેશ આપતું શેરી નાટક ભજવાયું

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

વલસાડના બાળ કવિ ધનસુખલાલ પારેખનું જૈફ વયે નિધન

vartmanpravah

પહેલા જ વરસાદે વાપી ચણોદ કોલોનીને મળેલી ભેટ : આંતરિક રસ્‍તાઓ બેહાલ બન્‍યા

vartmanpravah

વાપીમાં મહિલા જીઆરડીએ કોન્‍સ્‍ટેબલ ઉપર બળાત્‍કારનો આરોપ મુકતા ચકચાર

vartmanpravah

આરટીઓ કચેરીમાં તા.૧૯મી નવેમ્બરના રોજ મોટર-વાહન પબ્લીકને લગતી તમામ કામગીરી બંધ રહેશે

vartmanpravah

Leave a Comment