October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા રેલવે ટ્રેક નજીક અજાણ્‍યા યુવાનની લાશ મળી : શરીર ઉપર ઘા ના નિશાન થકી હત્‍યાની આશંકા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી બલીઠા રેલવે ટ્રેક અને હાઈવે વચ્‍ચે કોઈ અજાણ્‍યા યુવાનની લાશ સોમવારે સાંજે મળી આવી હતી. ઘટનાને લઈ ચકચાર સાથે ઘટના સ્‍થળે ટોળે ટોળા ઉમટી પડયાહતા.
વાપી ટાઉન પોલીસને લોકોએ યુવાનની લાશ અંગે જાણ કરવામાં આવતા પોલીસ એમ્‍બ્‍યુલન્‍સ સાથે ઘટના સ્‍થળે પહોંચી હતી. આશરે 35 વર્ષ આસપાસની મૃતકની ઉંમર જણાતી હતી તેમજ શરીર ઉપર ઘા ના નિશાન પણ જોવા મળતા હતા તેથી અનુમાન અને આશંકા સેવાઈ રહી હતી કે યુવાનની હત્‍યા કરીને લાશને રેલવે પાટા નજીક અવાવરૂ જગ્‍યામાં ફેંકી દેવાઈ હોવી જોઈએ. બીજી તરફ પોલીસે લાશનો કબજો મેળવીને પી.એમ. માટે મોકલી આપી હતી. પી.એમ. રિપોર્ટ બાદ મૃત્‍યુનું સાચું કારણ બહાર આવશે તે પહેલાં ઘટનાની ગંભીરતાથી પોલીસે નોંધ લઈને મૃત યુવાનની ઓળખ કરવા માટે ચક્રો ગતિમાન કરી ચાપતી તપાસ આરંભી દીધી છે.

Related posts

દાદરા શ્રીમતી એમ.જી.લુણાવત સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અંગે સેમીનાર યોજાયો

vartmanpravah

વાપી નોટિફાઈડ મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ફરી એકવાર સંઘપ્રદેશ પ્રશાસનના પ્રયાસને મળેલું શુભફળ : પ્રદેશની ચારેય વિદ્યાર્થીનીઓ યુક્રેનથી પરત ફરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

vartmanpravah

..જ્‍યારે એક દિકરાએ જ પોતાની 80 વર્ષની માતાને પોતાના વતનથી દૂર દમણ ખાતે રઝળતી છોડી દીધી સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ વિભાગ અને દમણ પોલીસે 80 વર્ષિય વૃદ્ધાની જીંદગી બચાવવાની સાથે સંવેદનશીલતાનો આપેલો પરિચય

vartmanpravah

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

Leave a Comment