Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયથી 5 વિધાનસભા દીઠ નમો કિસાન ઈ-બાઈકને સાંસદ ડો.કે.સી.પટેલ દ્વારા પ્રસ્‍થાન કરાવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.જી. નડ્ડાજીદ્વારા આજરોજ ગાંધીનગરથી સમગ્ર રાજ્‍યમાં 18000 થી વધુ ગામોમાં ફરનાર ઈ-બાઈકનું પ્રસ્‍થાન કરાવવામાં આવ્‍યું હતું જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્‍યક્ષ શ્રી સી.આર.પાટીલજી, પ્રદેશ મહામંત્રીશ્રી તેમજ દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાજીની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી દરેક વિધાનસભા દીઠ ઈ-બાઈકનું ઝંડી બતાવી વલસાડ/ડાંગ ના સંસદ સભ્‍યશ્રી ડો.કે.સી પટેલ દ્વારા પ્રસ્‍થાન કરાવવામાં આવ્‍યું હતું આ ઈ-બાઇક વલસાડ જિલ્લાના કુલ 468 ગામો ફરી દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીજીના નેતૃત્‍વમાં કાર્યરત કેન્‍દ્ર સરકાર અને ગુજરાત રાજ્‍ય સરકાર દ્વારા કિસાન લક્ષી વિવિધ યોજનાઓનું પ્રચાર પ્રસાર કરશે.
વલસાડ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્‍યું કે તમામ ઈ-બાઈકો ઉપર લગાવવામાં આવેલ એલ.ઈ.ડી. સ્‍ક્રીન ઉપર કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકાર દ્વારા વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓનું 20 મિનિટનું કાર્યક્રમ બતાવાશે તેમજ ખેડૂત મિત્રોનું રજિસ્‍ટ્રેશન કરી તેમને નાની ગિફટ આપવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ, જિલ્લા, તાલુકા પંચાયતના સભ્‍યો તેમજસરપંચશ્રીઓ હાજર રહેશે.
આ તબક્કે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી શ્રી હિતેશભાઈ દેસાઈ, ગુજકો માસોલના ડિરેકટર શ્રી પંકજભાઈ પટેલ, વલસાડ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી શ્રી ઈલિયાસ મલેક, વલસાડ જિલ્લા ભાજપ મીડિયા કન્‍વીનર દિવ્‍યેશ કૈલાશનાથ પાંડે, કિસાન મોરચાના જિલ્લા મહામંત્રીશ્રી કમલેશભાઈ દેસાઈ, તેમજ વલસાડ જિલ્લા કિસાન મોરચાના વિધાનસભાના સંયોજકો, મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી

vartmanpravah

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

vartmanpravah

ઉમરગામ તાલુકા ભાજપા મહિલા સંગઠન દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

સર્વ સમાજને નવી રાહ ચીંધતો કિલ્લા પારડીનો પાટીદાર પરિવાર

vartmanpravah

દીવ બંદરે ચોક પર ઉભેલો પર્યટક દરિયામાં ખાબકયો

vartmanpravah

વાપીના હાર્દ ગણાતા ચલા ખાતે એમ.ડી.સ્‍કીન ડો. ખુશ્‍બુ મોડાસિયાના સ્‍કીન ઝેન ક્‍લિનીકનો શુભારંભ

vartmanpravah

Leave a Comment