September 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍નેહીજનોની શ્રધ્‍ધાંજલી વૃક્ષારોપણ કરીને ઉજવવામાં આવી

શ્રીમતી નિર્મલાદેવી હનુમાન પ્રસાદ શર્માની તૃતિય પુણ્‍ય સ્‍મૃતિની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: સમાજમાં કેટલાક પરિવારો સ્‍વજનોના મૃત્‍યુ બાદ તેની પુણ્‍યતિથિ સામાન્‍ય રીતે નહી પણ સમાજ માટે પ્રેરક બને તેવા કાર્ય થકી કરતો હોય છે. કંઈક તેવી જપુણ્‍યતિથિ છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠ ઉજવાઈ હતી. સ્‍વ. શ્રીમતી નિર્મલાદેવી હનુમાન પ્રસાદ શર્માની તૃતિય પુણ્‍યતિથિ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને દિવંગતને અનોખી શ્રધ્‍ધાંજલી પાઠવી હતી. આ પ્રસંગે સંસ્‍કાર વિદ્યાપીઠનો પરિવાર તથા વિ.પ્ર. ફાઉન્‍ડેશન ઝોનના હોદ્દેદારો, રાજસ્‍થાન સમાજના અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
મંજુબેન દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સંસ્‍કાર વિદ્યાપીઠ છરવાડા વાપીના પરિસરમાં સ્‍વ. શ્રીમતી નિર્મલાદેવી હનુમાન પ્રસાદ શર્માના પરિવારે કોરોનાના કારમા કાળમાં નિર્મલાદેવીનું નિધન થયું હતું. તેઓ સદા વૃક્ષારોપણ-જીવદયાના હિમાયતી રહ્યા હતા તેથી તેમની સ્‍મૃતિમાં પરિવાર તેમની પ્રત્‍યેક શ્રધ્‍ધાંજલી વૃક્ષારોપણ કરીને ઉજવણી કરે છે તે અનુસંધાનમાં સંસ્‍કાર વિદ્યાપીઠમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સંસ્‍કાર વિદ્યાપીઠના સ્‍થાપક અને ટ્રસ્‍ટ ચેરમેન બી.કે. દાયમાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમજ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. સ્‍વ. નિર્મલાદેવી શર્માના પતિ હનુમાન પ્રસાદ શર્મા, રાજસ્‍થાન પ્રગતિમંડળના પ્રમુખ રાજેશ દુગ્‍ગલ સહિત વિ.પ્ર. ફાઉન્‍ડેશનના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશ દાયમાએ કર્યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah

ધરમપુર આદિવાસી સમાજે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કરેલ આંબેડકર વિરૂધ્ધ ટિપ્પણી બદલ રાજીનામાની માંગણી કરી

vartmanpravah

વાપીમાં અનંત ચૌદશે બાપ્‍પાની ભાવિકોએ અશ્રુભીની આંખે ભાવવિભોર બની વિદાયઆપી

vartmanpravah

વાપી સેકેન્‍ડ ફેઈઝમાં આવેલ કંપનીમાં મધરાતે ભીષણ આગ લાગી

vartmanpravah

દમણ જિલ્લાના મહત્તમ રસ્‍તાઓની હાલત જર્જરીત : ચોમાસા પહેલા રસ્‍તાઓની હાલત સુધરશે?

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ક્રિકેટના નામે ઉઘરાણી કરવા સંદર્ભે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment