October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપીમાં ડો.આશા ગાંધીના પેઈન્‍ટીંગનું સોલો એક્‍ઝિબિશન યોજાઈ ગયું

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી ખાતે છેલ્લા 36 વર્ષથી ગાયનેકોલોજીસ્‍ટ તરીકે સેવા આપનાર મેટરનીટી હોસ્‍પિટલ અને નિરામયા હોસ્‍પિટલના ડો.આશા ગાંધીનું વાપી ખાતે ઉપાસના હોલમાં પેઈન્‍ટીંગનું સોલો એક્‍ઝિબિશન – ડીફ્રન્‍ટ સ્‍ટ્રોક યોજાઈ ગયું.
વ્‍યવસાયે ગાયનેકોલોજીસ્‍ટ ડોક્‍ટર આશા ગાંધી સાહિત્‍ય, કલા અને પેઈન્‍ટીંગની પેસન ધરાવનાર ડાયનેમિક પર્સનાલિટિ છે. તેમને 2018 થી સક્રિયપણે નેશનલ લેવલ-4 અને ઈન્‍ટરનેશનલ લેવલે ગૃપ એક્‍ઝિબિશનમાં ભાગ લીધો છે. તબિબિ વ્‍યવસાયની સાથેસાથે રોજ સવારે એક કલાક રંગોની દુનિયામાં ખોવાઈ જાય છે. ડીફ્રન્‍ટ સ્‍ટ્રોક એ અવનવા રંગોનું મેઘધનુષ છે.
આ પ્રદર્શનનું દિપ પ્રાગટય તા.17-09-2022ના રોજ વાપીના સાહિત્‍ય પ્રેમી અને સમાજસેવી શ્રી હિતેનભાઈ, ઈન્‍ટર ડો.બિપિનભાઈ, નેશનલ આર્ટિસ્‍ટ શ્રી સરગમ ગોધાણી, ડો.બિપિનભાઈ, ભાવનગરના આર્ટિસ્‍ટ શ્રી તરૂણ કોઠારી, વાપી સીલ્‍વરલીફ હોટલના ઓનર ભાર્ગવ શુકલ, ઉપાસના લાયન્‍સ સ્‍કૂલના આચાર્ય શ્રી હેનરી પરેરિયાની ઉપસ્‍થિતિમાં 11 વાગે થયું.
આ પ્રદર્શનમાં ચારકોલ, પોસ્‍ટલ કલર, વોટર કલર, એક્રેલિક કલરના માધ્‍યમથી સર્જન કરેલા 149 પેઈન્‍ટીંગ હતા. આ પેઈન્‍ટીંગમાં એબસ્‍ટ્રેક્‍ટ, ટેક્‍સરઆર્ટ, ફીંગરેટીવ આર્ટ, ફલાવર્સ, કોફિ પેઈન્‍ટીંગ, નેચરલ પેઈન્‍ટીંગ વિ. આર્ટનો સમાવેશ હતો. ખુબ જ નયનરમ્‍ય, મનમોહક, મેઘધનુષી પેઈન્‍ટીંગ ઘણા કલા પારખુઓએ ખરીદ્યા.
આ પ્રદર્શનમાં ભાવનગરથી ખાસ પધારેલા મોટા ઈન્‍ટરનેશનલ આર્ટિસ્‍ટ તરૂણભાઈ કોઠારી જેઓ 45 વર્ષથી એક સંસ્‍થા ચલાવે છે અને એવોર્ડવિનિંગ છે તેઓની કલા-પેઈન્‍ટીંગની સૂક્ષ્મ સમજ અને કેળવણી આપતી વર્કશોપ પણ હતી. જેમાં 20 કલારસિકોએ ભાગ લીધો અને પેઈન્‍ટીંગ, કલરની બારીકીઓ શીખી.
ડો.આશા ગાંધીના બે દિવસ ચાલનારા પ્રદર્શનમાં ખુબ મોટી સંખ્‍યામાં સમગ્ર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મહારાષ્‍ટ્ર, આણંદ,ભાવનગર, બોમ્‍બે, નવસારી, દમણથી કલારસિકો આવ્‍યા હતા. દમણ ટ્રેકર્સ ગૃપ તથા વાપી, વલસાડ, સેલવાસ, દમણ મેડિકલ એસોસિએશનના મોટાભાગના તબીબો આવ્‍યા. આયુર્વેદિક, હોમિયોપેથીક, પેરામેડિકલ તબીબો હાજર રહી ખુબ સરાહના કરી. વાપી ખાતે ઘણા પ્રદર્શનો થતા હોય છે પણ પેઈન્‍ટીંગનું સોલો પ્રદર્શન અને તે પણ તબિબ દ્વારા… આવનાર તમામ વિઝિટર્સે ખુબ સરાહના કરી. ડાયનેમિક પર્સનાલિટિ ડો.આશાબેન બુક્‍સ ક્‍લબ પણ ચલાવે છે જેમાં સાહિત્‍ય રસિકોનું ગૃપ છે.

Related posts

શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ અને ઉત્‍સાહભેર કરાયેલું સ્‍વાગત

vartmanpravah

દીવ ન.પા.ના બે મહિલા કાઉન્‍સિલરોનો નિખાલસ એકરાર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ સહિત દમણ અને દાનહની પોતાના દિકરા જેવી લીધેલી માવજત

vartmanpravah

દાદરાની ફિલાટેક્ષ ઇન્‍ડિયા કંપનીમાં કામદાર કામ કરતી વેળા પડી જતાં ઘાયલ

vartmanpravah

તાજેતરમાં વલસાડમાં આવેલ પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં રિલાયન્‍સ ફાઉન્‍ડેશન, જિલ્લા આરોગ્‍ય વિભાગ વલસાડ અને રોટરી ક્‍લબ ઓફ વલસાડ, દ્વારા મેડીકલ કેમ્‍પ યોજાયો

vartmanpravah

સેલવાસ સહિત આજુબાજુના ગામોમાં જાહેર રસ્‍તાઓ ઉપર રખડતા પશુઓના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

નવતર પ્રયોગ : વલસાડ મોગરાવાડી ગરનાળાની પગદંડીનું કામ વિરોધ પક્ષ નેતાએ લોકફાળો ઉઘરાવી શરૂ કર્યું

vartmanpravah

Leave a Comment