વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ ના મુલ્યના સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પ આઝાદી કા અમૃત મહોત્સવની યાદમાં લોન્ચ કર્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: ભારત સરકારે આઝાદી કા અમૃત મહોત્સવની યાદગીરી રૂપે 1, 2, 5, 10 અને 20 ના સિક્કા તથા કેન્દ્રીય બજેટોની યાદગીરી સ્વરૂપે પોસ્ટલ ટિકિટ બહાર પાડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરીયાણામાં યોજાયેલ નેશનલ જી.એશ.ટી. કાઉન્સીલમાં ભેટ આપી હતી. આ પ્રસંગેગુજરાત સરકારના કેબીનેટ નાણાં-ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈને કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે સિક્કા અને પોસ્ટલ ટિકિટની કીટ ભેટ આપી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સ્વતંત્રતાના 75 મા વર્ષની ઉજવણી ચાલી રહી છે તેની યાદગીરી લોકોમાં કાયમી કરવાના હેતુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1, 2, 5, 10 અને 20 નવા સિક્કા અને પોસ્ટલ ટિકિટ લોન્ચ કરી છે. ચંદીગઢ ખાતે યોજાયેલ 47 મી જી.એસ.ટી. કાઉન્સીલની મીટિંગમાં નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે આ સિક્કા અને પોસ્ટલ ટિકિટ ગુજરાતના નાણાંપ્રધાન શ્રી કનુભાઈ દેસાઈને ભેટ આપી હતી. આ સિક્કાની ખાસિયત એ છે કે બ્લાઈન્ડ વ્યક્તિ પણ સહેલાઈથી ઓળખી શકે. આ સિક્કા અને સ્ટેમ્પની ભેટ મેળવનાર એકમાત્ર વ્યક્તિ કનુભાઈ દેસાઈ હતા તે બાબત જિલ્લા માટે પણ ગૌરવરૂપ સમાન લેખાવી શકાય.