March 4, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

વરસાદ બાદ ટી.એસ.ડી.એફ. સાઈટ ઉપર બે લાખ મેટ્રીક ટન સોલિડ વેસ્‍ટ સ્‍વિકારાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી. જે વાપીના ઉદ્યોગોનું સોલીડ વેસ્‍ટ અને સી.ઈ.ટી.પી. પ્‍લાન્‍ટનું મેનેજમેન્‍ટ સંભાળી રહી છે તેવી આ કંપનીની 25મી વાર્ષિક સાધારણ સભા આગામી તા.24 સપ્‍ટેમ્‍બરના રોજ વિ.આઈ.એ. ઓડિટોરિયમમાં યોજાનાર છે. જેમાં સોલીડ વેસ્‍ટના નિકાલ સહિતની ચર્ચા હાથ ધરવામાં આવશે.
છેલ્લા કેટલાક સમયથી વાપીના ઉદ્યોગો માટે સોલિડ વેસ્‍ટનો નિકાલની સ્‍થાનિક સ્‍તરે કોઈ વ્‍યવસ્‍થા નહોતી તેથી વેસ્‍ટ(સ્‍લજ) છેક બાલાસિનોર સુધી નિકાલ કરવાકંપનીઓ મોકલતી હતી અને તેનું આર્થિક નુર ભાડાનું ભારણ પણ પડતુ હતું. જાણવા મળ્‍યા મુજબ વાપીથી બાલાસિનોર ખાતે 22 હજાર મેટ્રિક ટન સોલિડ વેસ્‍ટ ટ્રાન્‍સપોર્ટેશન કરાયો છે. જેનો ખર્ચો 289 લાખ રૂા. જેટલો થયો છે. તેથી એ.જી.એમ.માં વાપી ગ્રીન એન્‍વાયરો દ્વારા વિકસિત કરાયેલ ટી.એસ.ડી.એફ. સાઈટ ઉપર ચોમાસા બાદ સ્‍થાનિક ઉદ્યોગો વેસ્‍ટ ડમ્‍પીંગ કરી શકશે જે વસાહત માટે સારા અને આવકાર્ય સમાચાર છે. ગ્રીન એન્‍વાયરોની એ.જી.એમ.માં આ મુદ્દે ઘનિષ્‍ઠ ચર્ચા પણ કરવામાં આવશે. આ એ.જી.એમ.માં નિવૃત્ત ડિરેક્‍ટર પૈકી બે સસ્‍પેન્‍ડ મેમ્‍બર ચેતન પટેલ અને એસ.એસ. સરનાનો મુદ્દો પણ ઉપસ્‍થિત થશે. કારણ કે ઉઘરાણા પ્રકરણમાં આ બે ડિરેક્‍ટરોના મુદ્દે હાલ દ્વિધા સર્જાઈ છે કે સસ્‍પેન્‍ડ કે નિવૃત્ત કેટેગરી કઈ ગણવી કારણ કે બન્ને 30 નવેમ્‍બરે 2021માં નિવૃત્ત બન્‍યા હતા.

Related posts

વાપીમાં સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્‍ટાર્ટઅપ સ્‍ટાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણમાં 14, દાનહમાં ર4 અને દીવમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલનો પંચાયતોને સત્તા આપવાનો રાગઃ ‘કહીં પે નિગાહે, કહીં પે નિશાના’

vartmanpravah

દમણ જિ.પં.માં અધ્‍યક્ષની પસંદગી માટે ‘હાઈકમાન્‍ડ’ ઉપર મંડાતી મીટઃ પરંપરા અનુસરે કે પછી…?

vartmanpravah

મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘ભારત રત્‍ન’ વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્‍પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

vartmanpravah

Leave a Comment