April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપી વીઆઈએ પ્રમુખ, મંત્રી અને બોર્ડ સભ્‍યો દ્વારા ગૃહ અને ખાણ વિભાગના મુખ્‍ય સચિવ સાથે વાપીમાં સીઈઆઈએફ પ્રોજેક્‍ટ હેઠળ પાણી વિતરણની યોજનાના આગામી પ્રોજેક્‍ટ વિષે ચર્ચા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ગુજરાત સરકારના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શનમાં વાપી ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘણા બધા વિકાસના કામો કરવામાં આવ્‍યા અને હાલમાં પણ આ પ્રકારના ઘણા બધા કાર્યો ચાલી રહ્યા છે. આજ રોજ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, માનદમંત્રી શ્રી સતીષભાઈ પટેલ અને વીઆઈએના એડવાઈઝરી બોર્ડ મેમ્‍બર શ્રી મિલનભાઈ દેસાઈ દ્વારા ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્‍ય સચિવ અને ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્‍ય સચિવ શ્રી રાજ કુમાર આઈએએસ સાથે તેમના કાર્યાલય ખાતે મળીને સીઈઆઈએફ પ્રોજેક્‍ટ હેઠળ સુએજ ટ્રીટમેન્‍ટપ્‍લાન્‍ટ (એસટીપી) ખ્‍ત્‍ત્‍ પ્રોજેક્‍ટ હેઠળ પાણી વિતરણની યોજનાના આગામી પ્રોજેક્‍ટ વિષે ચર્ચા કરી, ઝડપથી યોજનાનો અમલ થાય એવા પ્રયાસ હાથ ધરવા માટે બેઠક યોજી હતી.

Related posts

દાનહ પોલીસે 1.6 કિલો ગાંજા સાથે બે આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

કિલવણી નાકા નજીક બેગની દુકાનમા ચોરી : વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરીની દુકાનમાં ચોરોએ હાથ સાફ કર્યો

vartmanpravah

ચીખલી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન : કરા પડયા

vartmanpravah

ચીખલીના ઘેજમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’માં લાખો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

‘વન મહોત્‍સવ-2023′ અંતર્ગત દાનહ વન વિભાગે તિનોડામાં કર્યું વૃક્ષારોપણ

vartmanpravah

દાનહમાં હોલીકા દહન કરાયું

vartmanpravah

Leave a Comment