January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિવિલ હોસ્‍પિટલ વર્ગ-4ના કર્મચારીઓએ કેટલીક માંગણીઓ સાથે હંગામો મચાવ્‍યો

215 જેટલા કર્મચારી ખાનગી એજન્‍સીમાં ફરજ બજાવે છે, એજન્‍સી પગાર, પી.એફ., બોનસ, હક્ક રજા અંગે ગલ્લા તલ્લા બાદ મામલો ગરમાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં વર્ગ-4ના કર્મચારી ડેયલી વેજીસ હેઠળ ખાનગી એજન્‍સી હેઠળ 215 જેટલાકર્મચારી કાર્યરત છે. આ કર્મચારીઓને સમયસર પગાર તથા પગાર-સ્‍લીપ, બોનસ હક્ક રજા જેવા લાભોથી એજન્‍સી વંચિત રાખી રહી છે તેથી કર્મચારીઓએ હોસ્‍પિટલ પરિસરમાં હંગામો મચાવ્‍યો હતો.
સિવિલ હોસ્‍પિટલમાં ડેયલી વેજીસ હેઠળ ખાનગી એજન્‍સીમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓએ કેટલીક માંગણી એજન્‍સી પુરી કરતી નથી. તેથી ભારત ટ્રાયબલ પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી સુરેશભાઈ પટેલને રજૂઆત આ મામલે કરી હતી તેથી સુરેશભાઈ પટેલ હોસ્‍પિટલમાં આવી કર્મચારીઓની રજૂઆત સાંભળ્‍યા બાદ એજન્‍સી સાથે બેઠક કરી હતી. જેમાં એજન્‍સીએ દરેક માંગણી જેવી કે સમયસર પગાર, પી.એફ. હક્ક રજા, પગાર સ્‍લીપ અંગે હાલ તો એજન્‍સીએ સમાધાન કર્યું છે. જોવુ એ રહેશે કે આ સમાધાન અમલી બને તો જ સામાન્‍ય અને નાના વર્ગ-4ના કર્મચારીઓને રાહત થાય. તેમની માંગણીઓ જરૂરી અને વ્‍યાજપી પણ હતી.

Related posts

ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દિલ્હી IIT ખાતે ઉન્નતિ મહોત્સવમાં વલસાડની સરકારી ઇજનેરી કોલેજની ઈનોવેટિવ ટેકનોલોજીની પસંદગી

vartmanpravah

ઔરંગા નદીમાં વધુ એકવાર પૂર આવતા વલસાડ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કુદરતી પ્રકોપનો વિનાશ વેરાયો

vartmanpravah

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

vartmanpravah

લોકોની સેવા માટે ‘ઉત્તર ભારતીય વિકાસ સંગઠન દાનહ’ દ્વારા એમ્‍બ્‍યુલન્‍સનું કરાયું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment