October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિવિધ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.22: આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર, શહેર મહિલા મોરચા નવસારી-વિજલપોરના સહયોગ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી દ્વારા દશેરા ટેકરી, મિશ્રશાળા નવસારી ખાતે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.
સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્યપંચકર્મ ઉર્વિબેન પટેલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા દર્દીઓની આયુર્વેદ પધ્ધતિથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુગર ચેકઅપ, સ્વાસ્થવૃત અને પોષણ સબંધિત પેમ્પલેટ વિતરણ, મંકીપોક્ષ વાયરસ સામે રોગપ્રતિકારક શકિત વર્ધક દવા વિતરણ, ઔષધિય રોપા વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સંસ્કાર ભારતી સ્કુલ, નવસારી ખાતે પોષણ માસની ઉજવણી કરાઇ હતી. જેમાં કિશોરીઓને રોગપ્રતિકારક શકિતવર્ધક દવા વિતરણ, પેમ્પલેટ વિતરણ અને યોગ સમજ આપવામાં આવી હતી. કાલિયાવાડી અને દશેરા ટેકરી આંગણવાડી ખાતે સગર્ભા બહેનો-બાળકો તેમજ વિરવાડી હનુમાનજી મંદિર ખાતે આદિવાસી અનાથ છાત્રાલયમાં યોગ સમજ, પોષણ સબંધિત દવા, પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થી દર્દીઓએ ભાગ લીધો હતો.

Related posts

વલસાડમાં ફાયર સેફટી એન.ઓ.સી. નહિ ધરાવતી ત્રણ બેંકોની ઓફિસો પાલિકાએ સીલ કરી

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્‍ડે કેન્‍દ્રીય રેલ સંચાર મંત્રી અશ્વિની વૈષ્‍ણવની કરેલી નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ જિલ્લાના કાંઠા વિસ્‍તારનો દરિયો તોફાની બન્‍યો : 60 કિ.મી. ઝડપે પવન ફુંકાયો

vartmanpravah

જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ

vartmanpravah

વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્‍યો સાથે બિઝનેસ નેટવર્ક ઈન્‍ટરનેશનલ (BNI) દ્વારા નવા ચેપ્‍ટર ‘‘શ્રેષ્‍ઠ”નું કરાયેલું લોન્‍ચીંગ

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી

vartmanpravah

Leave a Comment