ફેડરલ બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા સીલ કરાઈ : એફિડેવિટ બાદ બરોડા બેંકનું સીલ હટાવાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: ગુજરાતમાં હોસ્પિટલ અને જાહેર સ્થળો ઉપર વધી રહેલા આગના બનાવો બાદ ગુજરાત હાઈકોર્ટે ફરમાર જાહેર કરેલ છે કે જે ઈમારતો-ઓફિસો, હોસ્પિટલએ ફાયર સેફટી એન.ઓ.સી.ના લીધેલ હોય તેમને સીલ મારી દીધા હતા.
વલસાડ પાલિકા દ્વારા કરાયેલ ફાયર સેફટી એન.ઓ.સી. ચેકિંગ કાર્યવાહીમાં મોટા બજારમાં કાર્યરત ફેડરલ બેંક અને પંજાબ નેશનલ બેંક તથા તિથલ રોડ મહાલક્ષ્મી ટાવરપાસે કાર્યરત બેંક ઓફ બરોડા પાસે ફાયર સેફટી એન.ઓ.સી. નહીં હોવાથી તત્કાલ અસરથી ત્રણેય બેંકને સીલ મારી દેવાયા હતા. અલબત્ત સાંજ સુધીમાં બેંક ઓફ બરોડાએ પાલિકામાં એફિડેવિટ રજૂ કરેલ તેથી તેનું સીલ હટાવાયું હતું પરંતુ ફેડરલ અને પી.એન.બી. બેંકોએ આજે સોમવારે દોડધામ આરંભી દીધી હતી.