વલસાડઃ તા.૧૬:
વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.૧૯/૧૨/૨૦૨૧ ને રવિવારના રોજ સવારના ૦૭.૦૦ વાગ્યા થી સાંજના ૦૬.૦૦ વાગ્યા સુધી યોજાનાર છે. ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ,૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજુર કરવાની રહેશે. જે માટે કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જે કોઈ માલિક જોગવાઈ વિરૂધ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે, એમ મદદનીશ શ્રમ આયુક્ત, વલસાડ દ્વારા જણાવાયું છે.